Home> India
Advertisement
Prev
Next

Sagar Dhankar ને આ કારણે મળ્યું મોત? જાણો તે રાતની આખી કહાની સુશીલકુમારની જુબાની

જૂનિયર પહેલવાન સાગર ધનખડ હત્યાકાંડ મામલે ધરપકડ કરાયેલા ઓલિમ્પિયન સુશીલકુમાર અને તેનો સાથે દિલ્હી  પોલીસના રિમાન્ડ પર છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત સુશીલકુમાર ઉપરાંત તેમના સાથીઓની પૂછપરછ કરી રહી છે અને તેમના નિવેદનોને ક્રોસ ચેક કરી રહી છે. 

Sagar Dhankar ને આ કારણે મળ્યું મોત? જાણો તે રાતની આખી કહાની સુશીલકુમારની જુબાની

નવી દિલ્હી: જૂનિયર પહેલવાન સાગર ધનખડ હત્યાકાંડ મામલે ધરપકડ કરાયેલા ઓલિમ્પિયન સુશીલકુમાર અને તેનો સાથે દિલ્હી  પોલીસના રિમાન્ડ પર છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત સુશીલકુમાર ઉપરાંત તેમના સાથીઓની પૂછપરછ કરી રહી છે અને તેમના નિવેદનોને ક્રોસ ચેક કરી રહી છે. 

fallbacks

Zee News ને ખબર પડી મોત પાછળનું અસલ કારણ
ઓલિમ્પિયન સુશીલકુમાર પર લાગેલા હત્યાના આરોપ પાછળ આખરે સચ્ચાઈ શું છે? જ્યારે ઝી ન્યૂઝે તપાસ હાથ ધરી તો ખબર પડી  કે 4 મેના રોજ છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાન સાગર ધનખડનું મોત થયું હતું. આ ઘટના કોઈ આવેશમાં આવીને થયેલી લડાઈ નહતી પરંતુ બદલાની ભાવનાથી થઈ હતી. હકીકતમાં ઘટનાવાળા દિવસે કુખ્યાત ગેંગસ્ટર કાલા જઠેડીનો ભાણીયો સોનું, રવિન્દ્ર, અને અન્યનો દિલ્હી મોડલ ટાઉનવાળા ફ્લેટને લઈને સુશીલ પહેલવાન સાથે ઝઘડો થયો હતો. તે લોકોએ સુશીલ પર હાવી થઈને તેની શર્ટનો કોલર પકડી  લીધો. એટલું જ નહીં તેને જોઈ લેવાની ધમકી આપીને દોડાવ્યો પણ હતો. 

સુશીલથી બેઈજ્જતી સહન થઈ નહીં
ઝઘડા બાદ સુશીલકુમારને પોતાના આ બેજઈજ્જતી સહન થઈ નહીં. ગુસ્સા અને તણાવમાં આવીને તેણે તે દિવસે બદલો લેવાનું નક્કી કરી લીધુ. આ માટે સુશીલે કુખ્યાત નીરજ બવાના અને અસૌદા ગેંગના બદમાશોનો સહારો લીધો. સુશીલે ગણતરીના કલાકોમાં હરિયાણાથી બદમાશોને બોલાવી લીધા અને તે રાતે સોનુ સહિત અનેક સાથીઓની પીટાઈ કરી. ઘટનામાં સાગરના માથે ગંભીર ઈજા થઈ અને આ ગંભીર ઈજાઓના કારણે તેનું હોસ્પિટલમાં મોત નિપજ્યું. 

Covid 19 ની સારવારમાં 'રામબાણ' સાબિત થઈ શકે છે Arthritis ની આ દવા, ટ્રાયલને મળી મંજૂરી

છત્રસાલ સ્ટેડિયમમાં થયું હતું સુશીલકુમારનું અપમાન
સોનુ, સાગર અને અન્યની પીટાઈનું બેકગ્રાઉન્ડ ચાર મેના રોજ અચાનક જ તૈયાર થયું હતું. પોલીસનું કહેવું છે કે તે દિવસે સુશીલકુમાર જ્યારે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ આવ્યો ત્યારે તેની સાથે વધુ પહેલવાનો નહતા. સ્ટેડિયમમાં અચાનક તેની સોનુ, સાગર, અમિત, ભક્તુ, રવિન્દ્ર અને વિકાસ સાથે શાબ્દિક ટપાટપી થઈ. સુશીલનું ભયંકર અપમાન કરવામાં આવ્યું. તે સમયે તો સુશીલ ત્યાંથી જતો રહ્યો પરંતુ અપમાનની આગ તેનામાં ભભૂકી રહી હતી. તેણે બદલો લેવાનું નક્કી કરી લીધુ હતું. 

સુશીલે બનાવ્યો અપમાનનો બદલો લેવાનો પ્લાન
ત્યારબાદ સુશીલકુમારે અજય અને અન્ય સાથીઓ સાથે મળીને બદમાશોને ફોન કરીને તરત હરિયાણાથી દિલ્હી બોલાવી લીધા. પહેલા કોઈ અન્ય જગ્યા પર બધા ભેગા થયા અને ત્યાં તે લોકોએ દારૂ પીને ભોજન કર્યું. ત્યારબાદ 5-6 કારોમાં સવાર થઈને તેઓ મોડી રાતે 12 વાગ્યાની આસપાસ શાલીમારબાગમાં રવિન્દ્રના ઘરે પહોંચ્યા. રવિન્દ્ર તે સમયે તેના ઘરની નીચે એક દુકાન સામે ઊભો ઊભો આઈસ્ક્રિમ ખાતો હતો. રવિન્દ્ર અને તેના સાથી વિકાસનું તે લોકોએ કારમાં અપહરણ કરી લીધુ. ત્યારબાદ બધા મડલ ટાઉન સ્થિત સોનુના ફ્લેટ પાસે પહોંચ્યા. ત્યાં સોનુ, સાગર ધનખડ, અમિત અને ભક્તુને કારોમાં બેસાડીને બધાને રાતે લગભગ એક વાગે છત્રસાલ સ્ટેડિયમ લઈ ગયા. 

જેને આપણે ભૂલ્યા તેના માટે દુનિયામાં પડાપડી!, ગાયને વળગીને બેસવા માટે એક કલાકના 16 હજાર રૂપિયા

છત્રસાલ સ્ટેડિયમના પાર્કિંગમાં કરી પીટાઈ
છત્રસાલ સ્ટેડિયમના પાર્કિંગ એરિયામાં તમામ છ પહેલવાનોને ઘેરીને સુશીલ અને તેની સાથે આવેલા બદમાશોએ લાકડી, ડંડા, હોકી સ્ટિક વગેરેથી ખરાબ  રીતે પીટાઈ શરૂ કરી દીધી. ત્યારબાદ ઘાયલ સાગર ધનખડને બાબૂ જગજીવન રામ  હોસ્પિટલ લઈ જવાયો. તેને પછીથી એમ્સના ટ્રોમા સેન્ટરમાં શિફ્ટ કરાયો પરંતુ સવારે તેનું મોત થઈ ગયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More