Home> India
Advertisement
Prev
Next

Delhi: સગીરાની અત્યંત નિર્દયતાથી હત્યા કરનારા આરોપી યુવકને પોલીસે દબોચી લીધો

Delhi: સગીરાની અત્યંત નિર્દયતાથી હત્યા કરનારા આરોપી યુવકને પોલીસે દબોચી લીધો

દિલ્હી પોલીસે સાક્ષી મર્ડર કેસના આરોપી સાહિલની ઉત્તર પ્રદેશના બુલંદ શહેરથી ધરપકડ કરી લીધી છે. સાહિલે દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની સાક્ષીની ચાકૂના ઘા ઝીંકી તથા પથ્થરોથી હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જે સામે આવતા દેશભરમાં હડકંપ મચી ગયો છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે વાદ વિવાદ થયા બાદ છોકરો છોકરીને ગલીમાં રોકે છે અને પછી તેના પર ચાકૂથી તાબડતોડ હુમલો કરે છે. 

fallbacks

અત્રે જણાવવાનું કે દિલ્હીના બહારી ઉત્તરી જિલ્લાના શાહબાદ ડેરી પોલીસ મથક વિસ્તારનો આ મામલો છે. એક વ્યક્તિએ પોલીસને છોકરી પર હુમલા અંગે સૂચના આપી અને તરત જ ઘટનાસ્થળે પહોંચવાનું કહ્યું. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મામલાની જાણકારી આપી. જાણવા મળ્યું કે સગીરા ગલીમાંથી પસાર થઈ રહી હતી અને અચાનક એક છોકરાએ તેને રોકી અને ચાકૂથી તાબડતોડ વાર કર્યા. આટલા ઘા ઝીંકયા બાદ પણ તેનું મન ન ભરાયું તો આરોપીએ પથ્થરથી હુમલો કર્યો. 

પોલીસ તપાસમાં મૃતક છોકરીની ઓળખ 16 વર્ષની સાક્ષી તરીકે થઈ છે અને આરોપીની ઓળખ સાહિલ (સરફરાઝનો પુત્ર) તરીકે થઈ છે. સગીરા ઈ-36 જેજે કોલોનીમાં રહેતા જનકરાજની પુત્રી હતી. પોલીસે જણાવ્યું કે સાહિલ અને સાક્ષી રિલેશનશીપમાં હતા. પરંતુ રવિવારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ સાક્ષી જ્યારે તેની સખી નીતુના પુત્રના જન્મદિવસના સામેલ થવા માટે નીકળી તો સાહિલે તેને ગલીમાં રોકી. બંને વચ્ચે પાછી કહાસૂની શરૂ થઈ ગઈ. ત્યારબાદ હત્યાના ઈરાદે આવેલો સાહિલ ચાકૂ લઈને તેની પર તૂટી પડ્યો. આરોપીએ સાક્ષી પર તાબડતોડ વાર કરવાના શરૂ કરી દીધા. આટલા ઘા કર્યા પછી પણ ન ધરાયો તો લગભગ મૃતપાય થએલી છોકરીને પથ્થર મારી મારીને કચડી નાખી.

ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આરોપી સાહિલ છોકરીને ચાકૂના ઘા ઝીંકી રહ્યો છે. ગલીમાં લોકો આવતા જતા જોવા મળે છે. પરંતુ કોઈ પણ વચ્ચે પડીને બચાવ કરવા તૈયાર નથી. સાહિલ સતત ચાકૂઓથી હુમલો કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. બીજી બાજુ ઘાયલ સગીરાને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. 

જુઓ Video

સૌથી ચોંકાવનારી વાત જે જોવા મળી તે એ હતી કે આ ઘટના બાદ ગલીમાં ઘણા લોકો હાજર હતા અને તે બધાની વચ્ચે તે છાતી પહોળી કરીને ત્યાંથી નીકળી ગયો. કોઈએ તેને રોક્યો નહીં. ત્યારબાદ ફરી પાછો ફર્યો અને ફરીથી છોકરી પર હુમલો કર્યો છતાં કોઈ તેને બચાવવા ગયું નહીં. હેવાન બની ચૂકેલા સાહિલે જ્યારે સાક્ષીના શરીરમાં કોઈ હરકત ન જોઈ ત્યારે તે બૂમો પાડતો લોકોને ડરાવતો ત્યાંથી ફરાર થઈ ગયો. 

મૃતકના પિતાની ફરિયાદના આધારે શાહબાદ ડેરીમાં આપીસીની કલમ 302 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હાલ આરોપી સાહિલ ફરાર છે. તેની ધરપકડ માટે પોલીસ દરોડા પાડી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More