Home> India
Advertisement
Prev
Next

છાતી ચીરી નાખશે આ શબ્દો...મોત નજીક હતું છતાં માતા તેના બાળકોને બચાવવા માટે બૂમો પાડતી હતી

Sakshi Ahuja: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કોઈની બેદરકારીના કારણે એક માતાનો જીવ ગયો. સ્ટેશન પરિસરમાં ખુલ્લા તારોએ બે બાળકો પાસેથી તેમની માતાને છીનવી લીધી. અંત સમયે પણ સાક્ષી તેના બાળકોને લઈને ચિંતાતૂર હતી. 

છાતી ચીરી નાખશે આ શબ્દો...મોત નજીક હતું છતાં માતા તેના બાળકોને બચાવવા માટે બૂમો પાડતી હતી

35 વર્ષની સાક્ષી આહૂજાના મોતે માત્ર દિલ્હીને જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. બે બાળકોની માતા સાક્ષી ટીચર હોવાની સાથે સાથે સમગ્ર પરિવારને સંભાળતી હતી. બંને બાળકોની ઉંમર માત્ર 7 અને 9 વર્ષ છે. રવિવારે સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પકડવા માટે સાક્ષી બંને બાળકો સાથે નવી દિલ્હી રેલવે સ્ટેશન 5.30 વાગે પહોંચી ગઈ હતી. તે દિવસે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. 

fallbacks

પાર્કિંગ એરિયામાં પાણી ભરાયેલા હતા. તે પહાડગંજ તરફ ગેટ નંબર 2 પર બનેલા પાર્કિંગમાંથી પસાર થઈને સ્ટેશન તરફ જઈ રહી હતી. અચાનક ત્યારે જ સાક્ષીનો પગ લપસ્યો અને પડતા પડતા બચવા માટે તેણે થાંભલાને પકડી લીધો. તાર ખુલ્લા હોવાના કારણે ખાંભલામાં કરંટ મોત બનીને પસાર થઈ રહ્યો હતો અને સાક્ષી તેની ઝપેટમાં આવી ગઈ. તે તડપવા લાગી, બૂમો પાડી રહી હતી પરંતુ એક માતાની મમતા જુઓ... તે સમયે પણ  તે પોતાના બાળકોને દૂર કરવા માટે કહી રહી હતી. તે બૂમો પાડી રહી હતી કે બાળકોને અહીંથી દૂર લઈ જાઓ. જેણે પણ આ સમાચાર વાંચ્યા તેમના હ્રદયભગ્ન થઈ ગયા. એ મંજૂર કેટલો ખૌફનાક હશે  તેનો અંદાજો પણ લગાવી શકીએ નહીં. 

જ્યારથી ઉનાળું વેકેશન શરૂ થયું હતું ત્યારથી સાક્ષીના બંને બાળકો ફરવાની જીદ કરતા હતા. તેમને જ્યારે ખબર પડી કે ચંડીગઢ જવા માટે મમ્મીએ વંદે ભારતની ટિકિટ કરાવી છે તો બંને બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા. પણ આ માસૂમ ભૂલકાઓને શું ખબર કે આ રજાઓ તેમની માતાને હંમેશા માટે છીનવી લેશે. કરંટ લાગવાથી સાક્ષીનું મોત થઈ ગયું. કોઈની બેદરકારીના કારણે બે માસૂમ ભૂલકાઓએ પોતાની માતાને ગુમાવી પડી. 

સાક્ષીના સંબંધી રાજેશ ચોપડાએ જણાવ્યું કે બંને બાળકો પોતાના પહેલા ટ્રેન પ્રવાસને લઈને ખુબ ઉત્સાહિત હતા. તેમણે વંદે ભારત વિશે ખુબ સાંભળ્યું હતું અને વાંચ્યુ હતું. ઘરવાળાઓએ જણાવ્યું કે સાક્ષીએ પહેલા કારથી જવાની યોજના ઘડી હતી પરંતુ ત્યારબાદ ટ્રેનની ટિકિટ બુક કરાવી. તેમણે ભીની આંખે કહ્યું કે આટલી ઓછી ઉંમરમાં માતાને ગુમાવવાથી મોટું દુખ બીજું કયું હોઈ શકે. સાક્ષી અને તેમના પરિજનોએ હિમાચલ પ્રદેશ ફરવાનો પ્લાન પણ બનાવ્યો હતો. તે તેના માતા પિતા અને બહેનને પણ લઈ જઈ રહી હતી. 

પત્ની સાથે અફેરની શંકામાં મિત્રનું ગળું ચીરી લોહી પીધુ, ઘટનાનો Video બનાવી શેર કર્યો

કપલનો સુહાગરાતનો બેડરૂમ Video થયો Viral, દુલ્હેરાજાનો રોમાન્સ જોઈને લોકોએ આંખો મીંચી

આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાતના કયાં વિસ્તારોને ઘમરોળશે વરસાદ!

પરિજનનું કહેવું છે કે સ્ટેશનની બહાર પાર્કિંગ એરિયામાં પાણી ભરાયેલું હતું. આપણે દિલ્હીને સ્માર્ટ સિટી કહીએ છીએ પરંતુ આ સુવિધા છે? અમે ક્યારેય નહતું વિચાર્યું કે સાક્ષીને અમે છેલ્લીવાર જોઈ રહ્યા છીએ. એક સંબંધીએ જણાવ્યું કે આ ખુબ જ દર્દનાક હતું. તે તેના બાળકોને ખુબ પ્રેમ કરતી હતી. ઘટના સમયે પણ તે બૂમો પાડી રહી હતી કે તેના બાળકોને ત્યાંથી દૂર લઈ જાઓ. 

બીજી બાજુ રેલવેનું કહેવું છે કે ઈંસુલેશન ફેલ્યોર થવાના કારણે કેબલથી કરંટ પોલમાં આવી ગયો. તસવીરોથી સ્પષ્ટ જોઈ શકાય છે કે પોલમાંથી કેટલાક વાયર બહાર નીકળેલા છે. સાક્ષી આહૂજા પૂર્વ દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાં રહેતી હતી અને તે એક આર્કિટેક્ટ પણ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More