Home> India
Advertisement
Prev
Next

રાહુલના રાજીનામાથી કોંગ્રેસમાં ખાલીપણુ, તેમનું પદ છોડવાની મોટી સમસ્યા: સલમાન ખુર્શીદ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કોંગ્રેસના સંકટ પર કહ્યું કે, રાહુલ ગાંધીના રાજીનામા બાદ પાર્ટીમાં ખાલીપણાના સ્થિતિ છે. તેમનું અધ્યક્ષ પદ છોડવું કોંગ્રેસ માટે મોટી સમસ્યા છે. અમારા નેતાઓ ચાલ્યા ગયા

રાહુલના રાજીનામાથી કોંગ્રેસમાં ખાલીપણુ, તેમનું પદ છોડવાની મોટી સમસ્યા: સલમાન ખુર્શીદ

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કોંગ્રેસના સંકટ પર કહ્યું કે, રાહુલ ગાંધીના રાજીનામા બાદ પાર્ટીમાં ખાલીપણાના સ્થિતિ છે. તેમનું અધ્યક્ષ પદ છોડવું કોંગ્રેસ માટે મોટી સમસ્યા છે. અમારા નેતાઓ ચાલ્યા ગયા. આ કારણે તેઓ લોકસભાની ચૂંટણીમાં હાર પર મંથન માટે એકજૂટ થઇ શક્યા નહીં. હારના કારણોનું આત્મનિરીક્ષણ કરી શક્યું નહીં. ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ (AP)ના જણાવ્યા અનુસાર સલમાન ખુર્શીદે કહ્યું કે, કોંગ્રેસનો સંઘર્ષ એવો છે કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી જીતવાની સંભાવના ઓછી છે.

fallbacks

આ પણ વાંચો:- ભારતીય બોર્ડર પાસે સતત ડ્રોન ઉડાવી રહ્યું છે પાકિસ્તાન, રાત્રે કરી રહ્યું છે ષડયંત્ર

માત્ર એટલું જ નહીં, પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું કે, આ માત્ર આવનારી વિધાનસભા ચૂંટણીની વાત નથી, પરંતુ કોંગ્રેસ પર સંકટ એવો છે કે, આ સમયે તેઓ તેમના ભવિષ્યને લઇને સુનિશ્ચિત નથી. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર, સલમાન ખુર્શીદે કહ્યું કે, કોંગ્રેસથી લોકો એટલા માટે બહાર નિકળી રહ્યાં છે કેમ કે, લોકસભા ચૂંટણીમાં હાર બાદ તેનાથી બહાર આવવામાં લાંબો સમય લીધો. 23 મેના લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા.

આ પણ વાંચો:- મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: NCPએ કોંગ્રેસમાં જોડાઇ જવું જોઇએ- સુશીલ કુમાર શિંદે

આ વચ્ચે ગત દિવસોમાં એક મહત્વના નિર્ણયમાં કોંગ્રેસ પાર્ટી (Congress)એ નિર્ણય કર્યો છે કે, તેઓ તેમના કાર્યકર્તાઓને ભાજપના રાષ્ટ્રવાદની સરખામણી કરવા માટે ટ્રેનિંગ આપે. એટલા માટે કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય સ્તર, રાજ્ય સ્તર અને બ્લોક સ્તર પર કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપશે. ગત મહિને દિલ્હીમાં કોંગ્રેસના તમામ પ્રેદશ અધ્યક્ષો અને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાઓ સાથે થયેલી બેઠકમાં આ રણનીતિ બનાવવામાં આવી હતી. ટ્રેનિંગ દરમિયાન કોંગ્રેસના નેતાઓને આઝાદીના આંદોલનમાં યોગદાન અને ઇન્દિરા ગાંધીના કાળમાં દેશનું માન વધારવા માટે પાકિસ્તાનનું વિભાજનને લઇને તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવશે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More