Home> India
Advertisement
Prev
Next

Sangareddy Jail: ગજબની જગ્યા! જેલમાં રહેતા કેદીની જેમ જીવન જીવવું છે તો અહીં રૂપિયા ભરીને રહી શકાશે, એક દિવસનો ચાર્જ છે 500 રૂપિયા

જેલમાં કેવુ જીવન જીવતા હોઈ છે કેદીઓ .. તમારે તેનો અનુભવ કરવો છે...હવે તમે કેહશો કે કેવી રીતે.... તો એક એવી જગ્યાએ જ્યા આપ પૈસા ભરીને તેનો અનુભવ કરી શકશો. સંગારેડ્ડી જેલ ભારતની એક માત્ર એવી જેલ છે જ્યાં તમે પૈસા આપીને જેલનો અનુભવ કરી શકો છો. જેલમાં એક કેદીનું જીવન કેવુ હોય છે તેનો અહેસાસ તમે સંગારેડ્ડી જેલમાં કરી શકો છો. 

Sangareddy Jail: ગજબની જગ્યા! જેલમાં રહેતા કેદીની જેમ જીવન જીવવું છે તો અહીં રૂપિયા ભરીને રહી શકાશે, એક દિવસનો ચાર્જ છે 500 રૂપિયા

દિક્ષિતા દાનાવાલા, ઝી બ્યૂરો: જેલમાં કેદીનું જીવન કેવું હોય છે. જેલની હવા, પાણી, જમવાનું કેવુ હોય છે. આ વાતો માત્ર એક કેદી જ તમને કહી શકે છે પણ જો તમારે પણ આવો અનુભવ કરવો હોય તો આપને તેલંગાણા જવુ પડશે. તેલંગાણામાં વગર કોઈ ગુનાએ આપને જેલનો અનુભવ કરવા મળશે એ પણ માત્ર 500 રૂપિયામાં.

fallbacks

જેલનો ઈતિહાસ 
તેલગાંણાના મેડક જિલ્લાના સંગારેડ્ડીમાં ભારતની પહેલી મ્યુઝિયમ હેરીટેજ જેલ છે. જે 220 વર્ષ જૂની  છે. આ જેલને  હૈદરાબાદના નિઝામ અલીખાને 1796માં બનાવી હતી. એ સમયે આ જેલ નહીં પણ ધોડાનો તબેલો હતો. જેને બ્રિટીશ રાજમાં  જેલમાં પરિવર્તિત કરવામાં આવી હતી. આ જેલ 2012 સુધી ખુલ્લી હતી અને ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવી હતી. આ જેલના dg વીકે સિંહને આઈડિયા આવ્યો અને તેમણે એવું એક્સપ્રિમેન્ટ કર્યું કે આ જેલને પબ્લિક માટે ખોલવામાં આવે જેથી લોકો જાણી શકે કે આખરે જેલમાં કેદીઓ કેવી રીતે રહે છે અને આ વિચાર સાથે 7 ઓગસ્ટ 2016એ તેમણે " ફિલ ધ જેલ" પ્રોગ્રામની શરૂઆત કરી જે અંતર્ગત સામાન્ય લોકો પણ જેલનો અનુભવ કરી શકે અને તે માટે ફરીથી આ જેલને ખોલવામાં આવી હતી.

fallbacks

જેલમાં રહેવાના શું છે નિયમો શુ છે તે પણ જાણો 
જો તમે જેલમાં રહેવા માંગો છો અને ત્યાના કેદીઓ  કેવુ જીવન જીવે છે તે તમે અનુભવ કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા તમારુ ફિટનેસ સર્ટીફિકેટ આપવુ પડશે...પછી તમારે અન્ડરટેકીગ આપવુ પડશે કે તમે જેલમાં જવા માટે તૈયાર છો અને જેલમાં જે પણ થશે તેના માટે તમે જવાબદાર છો.,..પછી બસ... ટિકિટ કાઉન્ટર પર જાઓ અને ટિકિટ લઈ લો...

ભાડુઆતને મળેલા છે આ હક, શું તમને ખબર છે? ભાડે રહેતા લોકો ખાસ વાંચે....

થાઈલેન્ડ ફરવા માટે શાનદાર તક!, માત્ર આટલા રૂપિયામાં ફરો બેંગકોક અને પટ્ટાયા

ગજબ ભેજું આ ગુજ્જુભાઈનું!, સ્કૂટી પર ઢગલો સિક્કા ચોંટાડી દીધા, જુઓ Viral Video

આ જેલમાં જવાનો એકદિવસનો ચાર્જ 500 રૂપિયા છે 
ટિકિટ લીધા પછી તમને જેલમાં મોકલી દેવામાં આવશે...અને કેદીઓની જેમ તમારે દરેક વસ્તુ ત્યા જમા કરાવી દેવાની રહેશે...તમારુ વોલેટ,ફોન, એસેસરીઝ  આ બઘી જ વસ્તુઓ જમા કરાવાની રહેશે...અને ત્યારબાદ તમને મળશે "'પ્રિઝનર કિટ ''...પ્રિઝનર કીટમા તમને કપડા બેડશીટ, પ્લેટ, ગ્લાસ દરેક વસ્તુ મળશે...અને તમને તમારા બેરેકમાં મોકલી દેવામાં  આવશે.....તમને કેદી નંબર પણ આપવામાં આવશે......એક વાત હું કહેવા માગીશ.. જ્યારે પણ તમે ત્યાં જાઓ છો..તો આ એક દિવસની સફરને બિલકુલ મજાકમાં ના લેતા.. જેલ જવું ગંભીર હોય છે...જેલમાં એક દિવસ રહીને એ અનુભવ કરજો કે જો ના કરે નારાયણ જીવનમાં ક્યારેય એવો દિવસ આવ્યો કે આપણે રોષમાં આવીને કોઈ ગુનો કરવાનું વિચાર્યું..તો આવી જ કોઈ જેલમાં જવુ પડશે...અને જેલ એક દિવસ માટેની નહીં હોય.

fallbacks

જેલમાં શેડ્યુલ શું રહેશે તે જાણવુ ખૂબ જરૂરી છે 
તો જેલમાં તમારો દિવસ શરૂ થશે યોગા અને એક્સરસાઈઝથી ..અને નાસ્તો કર્યા પછી કામ શરૂ .....બગીચામાં ઘાસ કાપવુ, કચરો વાળવો..જી હા...જેલમાં કોઈ જલસા નથી હો... સંગારેડ્ડી જેલમાં એવો જ વ્યવહાર કરવામાં આવશે જે એક કેદી સાથે કરવામાં આવતો હોય છે...અને જો તમે આ જેલના વાતાવરણથી કંટાણી ગયા હોય અને અડધેથી આ જેલને છોડવા માંગતા હોય તો તમારે 500 રૂપિયાનો ફાઈન પણ ભરવો પડશે,...કેવી ગજબની જગ્યા છે...આ જેલ દુનિયાભરમાં પ્રખ્યાત છે અને ટુરીસ્ટ પ્લેસ બની ચૂકી છે...લોકો દૂર દૂરથી આ જેલની મુલાકાતે આવે છે ..અને એક દિવસ માટે જેલમાં રહીને કેદી જેવો અનુભવ કરે છે...

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More