Home> India
Advertisement
Prev
Next

દેશના આ 13 સાંસદોને મળશે સંસદ રત્ન એવોર્ડ: રાજ્યસભાના 5 અને લોકસભાના 8 સાંસદોને મળશે સન્માન

ડો. અબ્દુલ કલામ આજે નથી પણ એમને જે પરંપરા આપી છે એ ભારત આજે પણ નિભાવી રહ્યું છે. કલામને ભારતના મિસાઈલમેન કહેવામાં આવે છે. આજે કલામની સલાહ પ્રમાણે ભારતે શરૂ કરેલા સાંસદ રત્ન એવોર્ડની જાહેરાત થઈ છે. જેમાં સંસદના ૧૩ સાંસદોને સંસદ રત્ન એવોર્ડ ૨૦૨૩ માટે પસંદ કરવામાં આવ્યા છે.

દેશના આ 13 સાંસદોને મળશે સંસદ રત્ન એવોર્ડ: રાજ્યસભાના 5 અને લોકસભાના 8 સાંસદોને મળશે સન્માન

ડો. અબ્દુલ કલામ આજે નથી પણ એમને જે પરંપરા આપી છે એ ભારત આજે પણ નિભાવી રહ્યું છે. કલામને ભારતના મિસાઈલમેન કહેવામાં આવે છે. આજે કલામની સલાહ પ્રમાણે ભારતે શરૂ કરેલા સાંસદ રત્ન એવોર્ડની જાહેરાત થઈ છે. જેમાં સંસદના ૧૩ સાંસદોને સંસદ રત્ન એવોર્ડ ૨૦૨૩ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી પાંચ સાંસદો રાજ્યસભાના અને આઠ સાંસદો લોકસભાના છે.  જેમાં સંસદના કાર્યકાળ દરમિયાન સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સાંસદોનો સમાવેશ કરવામાં આવે છે. આ સાંસદોને પ્રોત્સાહન આપવાનું કામ છે. જેમાં સાંસદમાં થયેલી કામગીરીને બિરદાવામાં આવે છે. 

fallbacks

કલામે આ પરંપરા શરૂ કરવાની સલાહ આપી હતી અને સરકારે એ નિભાવી હતી.  જે સાંસદોને એવોર્ડ માટે પસંદ કરાયા છે તેમાં સીપીઆઇ(એમ)ના રાજ્યસભાના સાંસદ જોન બ્રિટ્સ, આરજેડીના સાંસદ મનોજ જ્હા, એનસીપીના સાંસદ ફૌઝીયા અહેમદ ખાન, સમાજવાદી પાર્ટીના નેતા વિશ્વંભર પ્રસાદ, કોંગ્રેસના નેતા છાયા વર્મા, અધીર રંજન ચૌધરી, કુલદીપ રાય શર્મા, ભાજપના વિદ્યુત બરન મહતો, ડો. સુકાંત મજૂમદાર, વિજયકુમાર ગવિત, ગોપાલ શેટ્ટી, સુધીર ગુપ્તા અને એનસીપીના ડો. અમોલ રામસિંહનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના એક પણ સાંસદોનો સમાવેશ થયો નથી. 

મોદીનો એક ફોન આવ્યો અને તેઓ ના ન પાડી શક્યા, વિદેશમંત્રી જયશંકરે કર્યા મોટા ખુલાસા

CCTV: હૈદરાબાદમાં 4 વર્ષના બાળક પર તૂટી પડ્યા ત્રણ કુતરા, બચકાં ભરીને લઈ લીધો જીવ

એક હાથીના ડરથી રાંચીમાં કલમ 144 લાગી, 12 દિવસમાં 16 લોકોને કચડી માર્યા

 કલામે ખુદ પણ વર્ષ ૨૦૧૦માં ચેન્નઇમાં આ એવોર્ડના પ્રથમ તબક્કાનો પ્રારંભ કર્યો હતો. અત્યાર સુધીમાં કુલ ૯૦ સાંસદોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. જેમાં સત્તાધારી અને વિપક્ષ એમ બન્નેના સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  સંસદીય બાબતોના મંત્રી અર્જુન રામ મેઘવાલ અને પૂર્વ ચૂંટણી કમિશનર ટીએસ ક્રિષ્નમૂર્તીની જ્યૂરી કમિટી દ્વારા આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જે સાંસદોને આ એવોર્ડ માટે પસંદ કરાયા છે તેમાં કોંગ્રેસના કેટલાક સાંસદોનો પણ સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More