નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2014માં ભારતની પ્રચંડ જીતની સાથે જેમ-જેમ દેશમાં પાર્ટીનો ગ્રાફ વધ્યો તેમ-તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પાયો મજબૂત થતો ગયો. 2019ની ચૂંટણીમાં ભાજપની જીતે સંઘને વધુ મજબૂતી આપવાનું કામ કર્યું હતું. આરએસએસનું સંગઠન મજબૂત થયું અને સભ્યોની સંખ્યા વધતી ગઈ તો પ્રસાર ક્ષેત્રમાં પણ ઝડપથી વધારો નોંધોયો હતો. તેવામાં સંઘના નેતાઓના હાલના નિવેદન તે વાત તરફ ઈશારો કરી રહ્યાં છે કે હવે સંગઠન વ્યાપક પ્લાન તરફ વધી રહ્યું છે તો તેને હિન્દુત્વની ચિંતા પણ છે.
આરએસએસના સર કાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ રવિવારે ગોવાના પણજીમાં નિવેદન આપ્યું કે, હિન્દુ સમુદાયનો મતલબ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી સંબંધિત થવાનો નથી. સાથે, ભાજપનો વિરોધ કરવાને હિન્દુઓના વિરોધ તરીકે ન જોવું જોઈએ. તેમણે કહ્યું કે, રાજકીય લડાઇ ચાલતી રહેશે પરંતુ તેને હિન્દુઓ સાથે ન જોડવી જોઈએ.
ભૈયાજી જોશીના નિવેદનને સંઘની એક વિચારેલી રણનીતિનો ભાગ માનવામાં આવી રહ્યું છે. આરએસએસે પોતાના આ નિવેદનથી સ્પષ્ટ કરી દીધું કે જો કોઈ ચૂંટણીમાં ભાજપ હારી જાય તો તેને હિન્દુત્વની હાર તરીકે ન જોવામાં આવે. વિપક્ષી પાર્ટીઓ જે રીતે ભાજપને ટાર્ગેટ કરવા માટે સંઘને પણ આડે હાથ લે છે, ભૈયાજી જોશીના નિવેદનને તેની સાથે જોડીને પણ જોઈ શકાય છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે પણ ભાજપ કે નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો કરે છે તો આરએસએસને બરાબર નિશાના પર લે છે. વડાપ્રધાન મોદીને લઈને ભાજપના તમામ નેતાઓ પર તે સંઘની વિચારધારાને દેશમાં લાગૂ કરવાનો આરોપ લગાવે છે. રાહુલ જ નહીં, પરંતુ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ સહિત તમામ વિપક્ષના નેતા ભાજપ અને સંઘને એક સાથે ઉભા કરે છે. તેથી સંઘના ભૈયાજી જોશીએ પોતાના નિવેદનથી એક રાજકીય રેખા ખેંચવાનો પ્રયત્ન કર્યો છે.
આરએસએસ ભારતમાં જે રીતે હિન્દુત્વ કેન્દ્રીત રાજનીતિ ઈચ્છતું હતું, હાલના સમયમાં તેને ઘણી હદ સુધી સફળતા મળતી જોવા મળી રહી છે. ભાજપની જેમ ભલે બીજી રાજકીય પાર્ટીએ કટ્ટર હિન્દુત્વની રાજનીતિ પર ન ચાલતી જોવા મળી રહી હોય, પરંતુ સોફ્ટ હિન્દુત્વના માર્ગ પર જરૂર જોવા મળી રહી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે