નવી દિલ્હીઃ ભારતમાં રમત માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ લોકોનો જુસ્સો અને ભાવનાઓ સાથે જોડાયેલી છે. ક્રિકેટથી લઈને કબડ્ડી, હોકી અને ફુટબોલ સુધી, દરેક રમતના પોતાના ચાહકો છો. પરંતુ રમતની સાથે-સાથે વધુ એક વસ્તુએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, બેટિંગ અને સટ્ટાબાજી. આ શબ્દ સાંભળતા કાન ચોંકી જાય છે, પરંતુ તેનો મતલબ જાણવો જરૂરી છે. આવો જાણીએ ભારતમાં સટ્ટાબાજીનો ઈતિહાસ શું છે, સટ્ટા કિંગ કોને કહેવાય છે અને કેમ તે હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહે છે.
બેટિંગ અને સટ્ટાબાજીમાં શું તફાવત છે?
બેટિંગ એટલે કે કોઈ રમત કે ઈવેન્ટના પરિણામ પર દાવ લગાવવો. જો સાચુ પડે તો પૈસા મળે છે, ખોટું પડે તો હારી જાવ છો. તો સટ્ટાબાજી સામાન્ય રીતે કોઈ સરકારી મંજૂરી વગર થનારી બેટિંગને કહેવામાં આવે છે. ભારતમાં મોટા ભાગે બેટિંગ ગેરકાયદેસર છે, ખાસ કરી જ્યારે તે રજીસ્ટર કર્યા વગર કે ગુપ્ત રીતે રમાઈ છે.
ભારતમાં સટ્ટાબાજીનો ઈતિહાસ
ભારતમાં સટ્ટાબાજીનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. જૂના જમાનામાં લોકો પાસાંની રમતમાં દાવ લગાવતા હતા. મહાભારતમાં યુધિષ્ઠિર અને શકુનિની રમત તેનું સૌથી મોટું ઉદાહરણ છે. સમયની સાથે સટ્ટાબાજીની રીત બદલાઈ, પરંતુ તેની હાજરીમાં કોઈ ફેર પડ્યો નહીં.
બ્રિટિશ શાસન દરમિયાન ઘોડા દોડ પર સટ્ટો કાયદેસર હતો. આજે પણ, કેટલાક રાજ્યોમાં ઘોડા દોડ પર સટ્ટો લગાવવો કાયદેસર છે અને તે એકમાત્ર રમત છે જેના પર કાયદેસર સટ્ટો લગાવી શકાય છે.
આ પણ વાંચોઃ શેર બજારમાં કમાણીની મળશે તક, ધમાલ મચાવવા આવી રહ્યો છે આ દિગ્ગજ કંપનીનો IPO, જાણો
સટ્ટો ફક્ત ક્રિકેટ પૂરતો મર્યાદિત નથી
જ્યારે સટ્ટાબાજીની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ક્રિકેટનું આવે છે. IPL, T-20 લીગ અને વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાય છે. 2013 માં, IPL સ્પોટ-ફિક્સિંગ કેસએ સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું હતું, જેમાં મોટા ખેલાડીઓ અને બુકીઓ સામેલ હતા.
પરંતુ સટ્ટાબાજી માત્ર ક્રિકેટ સુધી સીમિત નથી. કબડ્ડી, ફુટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી રમતોમાં લોકો ઓનલાઈન કે ઓફલાઇન રીતે પૈસા લગાવે છે. ત્યાં સુધી કે નાના ગામડાઓમાં થનારી સ્પર્ધામાં પણ લોકો સટ્ટો લગાવે છે.
સટ્ટા કિંગ કોણ હોય છે?
'સટ્ટા કિંગ' સટ્ટાબાજીની દુનિયામાં જાણીતું નામ હોય છે. આ તે લોકો હોય છે જે નંબર ગેમ્સ કે રમતોમાં લગાવડાવે છે અને જીત કે હાર પર પૈસાની લેતીદેતી કરે છે. આજકાલ સટ્ટા કિંગ એક ઓનલાઈન નામ પણ બની ગયું છે, જ્યાં લોકો ખાસ વેબસાઇટ્સ કે વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ ગેરકાયદેસર ગેમ્સમાં ભાગ લે છે. ઘણા લોકો તેને લોટરી સમજે છે, પરંતુ આ સંપૂર્ણ રીતે નિયમોની વિરુદ્ધ હોય છે.
ઓનલાઈન સટ્ટાબાજીનો નવો ટ્રેન્ડ
જ્યારથી સ્માર્ટફોન અને ઈન્ટરનેટ આવ્યું છે, ત્યારથી સટ્ટો પણ ઓનલાઈન થઈ ગયો છે. ઘણી વિદેશી વેબસાઇટ્સ ભારતમાં કોઈ લાયસન્સ વગર ચાલી રહી છે અને લોકો VPN કે બીજી રીતે તેનો ઉપયોગ કરે છે. તેની સૌથી વધુ અસર યુવા વર્ગ પર પડે છે, કારણ કે શરૂઆતમાં મનોરંજન માટે શરૂ કરેલો સટ્ટો આદત બની જાય છે.
આ પણ વાંચોઃ દર મિનિટે ₹30000000 ની કમાણી.... સામાન્ય વસ્તુ વેચીને નોટો છાપી રહ્યો છે આ પરિવાર
ભારતમાં કાયદો શું કહે છે?
ભારતમાં સટ્ટાબાજીને લઈને કોઈ એક જેવો કાયદો નથી. Public Gambling Act, 1867 હેઠળ મોટા ભાગની બેટિંગને ગેરકાયદેસર માનવામાં આવી છે, પરંતુ કેટલાક રાજ્યોમાં હજુ તે લીગલ છે. સિક્કિમ અને નાગાલેન્ડ જેવા રાજ્ય ઓનલાઈન ગેમિંગને રેગુલેટ કરી રહ્યાં છે, જ્યારે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં તેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે. Fantasy Sports જેવા પ્લેટફોર્મને લઈને પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે