Home> India
Advertisement
Prev
Next

SBI એ યુઝર્સ માટે ચાલુ કરી ખાસ સુવિધા, ATM વગર ઉપાડી શકાશે પૈસા

SBI YONO APP દ્વારા હવે માત્ર 6 ડિજીટના એક પાસવર્ડ દ્વારા તમારા ખાતામાં રહેલા પૈસા તમે એટીએમ થકી ઉપાડી શકશો

SBI એ યુઝર્સ માટે ચાલુ કરી ખાસ સુવિધા, ATM વગર ઉપાડી શકાશે પૈસા

મુંબઇ : ડેબિટ કાર્ડ દ્વારા વધી રહેલી ફ્રોડની ઘટનાઓને જોતા દેશની સૌશી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ એક ખાસ સર્વિસ ચાલુ કરી છે. SBIએ Yono cash નામની સર્વિસ લોન્ચ કરી છે. નવી સર્વિસ યોનો કેશ દ્વારા હવે ગ્રાહક એસબીઆઇનાં 1.65 લાખ એટીએમમાં ડેબિટ કાર્ડ વગર જ રકમ ઉપાડી શકે છે. સમગ્ર દેશ કાર્ડ વગર જ રકમ ઉપાડવાની સુવિધા આપનારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પહેલી બેંક બની ચુકી છે. 

fallbacks

ડેબિટ કાર્ડ વગર એટીએમથી કેશ ઉપાડવા માટે YONO કેશને લોન્ચ કરવામાં આવ્યો છે. જો કે શરૂઆતમાં આ સુવિધા સ્ટેટ બેંકે માત્ર 16500 એટીએમ પર જ મળશે. ઝડપથી આ સુવિધા સમગ્ર દેશના એટીએમ અને POS મશીનો પર ચાલુ કરવામાં આવશે. 

કોંગ્રેસને વધારે એક ઝટકો, પૂર્વ સાંસદ અરવિંદ શર્મા ભાજપમાં જોડાયા

આ રીતે તમે કાર્ડ વગર પણ પૈસા વિડ્રો કરી શકો છો
- SBI ગ્રાહકોએ YONO APP ડાઉનલોડ કરવો પડશે. 
- એપ પર કેશ કાઢવા માટેનો વિકલ્પ મળશે. 
- એપમાં કેશ ટ્રાન્ઝેક્શન માટે 6 ડિજિટનો પિન સેટ કરવો પડશે. 
- ટ્રાન્ઝક્શન માટે પોતાનાં મોબાઇલ પર મેસેજ દ્વારા  ડિટીજનો રેફન્સ નંબર મળશે. 
- ત્યાર બાદ તમે પોતાના નજીકના એટીએમ પર જઇને 30 મિનિટની અંદર રકમ ઉપાડી શકશો
- એટીએમ મશીન પર પણ YONO કેશનું ઓપ્શન હશે. 
- એટીએમમાં 6 ડિજિટનો પિન અને 6 ડિજિટનો રેફરન્સ નંબર નાખવો પડશે. 
- રેફરન્સ નંબર નાખતાની સાથે જ એટીએમમાંથી કેશ તમારા હાથમાં આવી જશે. 

fallbacks

ગ્રાહકોને રોજ મળશે 2GB ફ્રી ડેટા: JIO એ આકાશનાં લગ્નની ઉજવણી ચાલુ કરી

ખુબ જ સુરક્ષીત છે YONO CASH
- yono કેશને સુરક્ષીત બનાવાયું છે. 
- યોનો કેશને સિક્યોર્ડ બનાવવા માટે 2 ફેક્ટર તપાસ કરાશે. 
- યોનો કેશ ક્લોનિંગ અને સ્કિમિંગ શક્ય નહી બને.
- યોનો કેશની મદદથી કાર્ડમાં રહેલા ફ્રોડનાં જોખમો ઘટશે. 
- આ સેવા આપનારા એટીએમનું નામ યોનો કેશ પોઇન્ટ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More