Home> India
Advertisement
Prev
Next

SEBI-Sahara fund: સહારા ચિટફંડમાં ફસાયેલા પૈસા પાછા આવશે, સુપ્રીમ કોર્ટે 5000 કરોડ રિલીઝ કર્યાં

શું તમારા પૈસા પણ સહારા ચિટ ફંડમાં ફસાયેલા છે, તો આ સમાચાર તમારા માટે ખુબ મહત્વના છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની અરજીનો સ્વીકાર કરી લીધો છે. હવે સહારામાં ફસાયેલા નાણા લોકોને પરત મળશે. 

SEBI-Sahara fund: સહારા ચિટફંડમાં ફસાયેલા પૈસા પાછા આવશે, સુપ્રીમ કોર્ટે 5000 કરોડ રિલીઝ કર્યાં

નવી દિલ્હીઃ સહારાની ચિટ ફંડ યોજનાઓમાં જે લોકોના પૈસા ફસાયા છે તેને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મલી છે. સુપ્રીમ કોર્ટે સેબી-સહારા ફંડમાંથી 5 હજાર કરોડ રૂપિયા આ રોકાણકારો માટે જારી કરવાની કેન્દ્ર સરકારને મંજૂરી આપી દીધી છે. રોકાણકારો સાથે છેતરપિંડીના એક બીજા મામલામાં 2012માં બનેલા આ ફંડમાં લગભગ 24 હજાર કરોડ રૂપિયા જમા થયા હતા.

fallbacks

1.1 કરોડ રોકાણકારોને કરાશે ચુકવણી
હકીકતમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સરકારે કહ્યું હતું કે ઘણી ચિટ ફંડ કંપનીઓ અને સહારા ક્રેડિટ ફર્મોમાંથી રોકાણ કરનાર જમાકર્તાઓને તેના પૈસા પરત આપવામાં આવે. 

સુપ્રીમ કોર્ટની અરજી સ્વીકાર્યા બાદ હવે કેન્દ્ર સરકાર કુલ 24000 કરોડના ફંડમાંથી 5000 કરોડ રોકાણકારોને ફાળવી શકશે. આ રકમથી 1.1 કરોડ રોકાણકારોના નાણાં ચૂકવી શકાશે.

આ પણ વાંચોઃ હવે ફેસબુક પર અમૃતપાલે શેર કર્યો વીડિયો, શીખોને ઉશ્કેર્યા, સરકાર પર ભડક્યો

હાઈકોર્ટની દેખરેખ હેઠળ પૈસા પરત કરવામાં આવશે
જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે સહારા જૂથની સહકારી મંડળીઓ દ્વારા છેતરપિંડી કરાયેલા થાપણદારોને તેમના નાણાં પરત કરવામાં આવે.

તો પીઠે તે પણ કહ્યું કે આ પ્રક્રિયાની દેખરેખ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડી કરશે. 

સરકારે કરી હતી સેબી-સહારા રિફંડ એકાઉન્ટથી ફંડ લેવાની માંગ
કેન્દ્ર સરકારે સેબી-સહારા રિફંડ એકાઉન્ટ નામના ફંડમાંથી રૂ. 5,000 કરોડની રકમ માંગી હતી, જેને સર્વોચ્ચ અદાલતે ઓગસ્ટ 2012માં સહારાની બે કંપનીઓ - સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ અને સહારા હાઉસિંગ ઈન્ડિયા કોર્પોરેશન લિમિટેડ માટે અલગ રાખ્યું હતું. (SHICL) ડાયરેક્ટિંગ પછી બનાવેલ છે. 

આ પણ વાંચોઃ દેશમાં રોજની કેટલી ટ્રેનો દોડે છે, શું છે પડોશી દેશોની હાલત, જાણો ક્યાં છે સૌથી વધુ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More