Home> India
Advertisement
Prev
Next

તેજ બહાદ્દુર ઉમેદવારી પત્ર રદ્દ કરવાનો મામલોઃ સુપ્રીમે ચૂંટણી પંચ પાસે માગ્યું કારણ

વારાણસી લોકસભા બેઠક પર પીએમ મોદી સામે ચૂંટણી લડવા ઉતરેલા તેજબહાદ્દુરે પહેલા અપક્ષ તરીકે અને પછી સપાની ટિકિટ પર ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ બંને ઉમેદવારી પત્રમાં કેટલિક વિગતોમાં અસમાનતાને કારણે ચૂંટણી પંચે તેનું ઉમેદવારી પત્ર રદ્દ કરી દીધું હતું. 

તેજ બહાદ્દુર ઉમેદવારી પત્ર રદ્દ કરવાનો મામલોઃ સુપ્રીમે ચૂંટણી પંચ પાસે માગ્યું કારણ

નવી દિલ્હીઃ વારાણસી લોકસભા બેઠક પર ઉમેદવારી પ્તર રદ્દ થયા પછી બીએસએફમાંથી સસ્પેન્ડેડ જવાન તેજ બહાદ્દુર યાદવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને 9 મે સુધી જવાબ આપવા જણાવ્યું છે. વારાણસી લોકસભા બેઠક પર પીએમ મોદી સામે ચૂંટણી લડવા ઉતરેલા તેજબહાદ્દુરે પહેલા અપક્ષ તરીકે અને પછી સપાની ટિકિટ પર ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ બંને ઉમેદવારી પત્રમાં કેટલિક વિગતોમાં અસમાનતાને કારણે ચૂંટણી પંચે તેનું ઉમેદવારી પત્ર રદ્દ કરી દીધું હતું.

fallbacks

તેજ બહાદ્દુરે પોતાની અરજીમાં જણાવ્યું છે કે, "ચૂંટણી પંચનો નિર્ણય ભેદભાવપૂર્ણ અને તર્ક વગરનો છે. સપાએ પ્રારંભમાં પીએમ મોદી સામે શાલિની યાદવને ટિકિટ આપી હતી અને પાછળથી ઉમેદવાર બદલીને બીએસએફના સસ્પેન્ડ જવાન તેજ બહાદ્દુરને ટિકિટ આપી હતી."

fallbacks

ઉમેદવારી પત્ર રદ્દ થવાનું કારણ
તેજ બહાદ્દુરે અપક્ષ ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર ભર્યું હતું તેમાં ભાગ-3(ક)ના ક્રમાંક-6માં સવાલ હતો કે, "શું અરજીકર્તાને ભારત સરકાર કે કોઈ રાજ્ય સરકાર અંતર્ગત પદ ધારણ કરવા દરમિયાન ભ્રષ્ટાચારના કારણે કે કોઈ અન્ય કારણે પદભ્રષ્ટ કરાયો છે?" તેના જવાબમાં હા, 19 એપ્રિલ, 2017 લખાયું હતું. 

સપા ઉમેદવાર તરીકે દાખલ કરેલના ઉમેદવારી પત્રમાં તેણે લખ્યું છે કે, 'ભુલથી' પ્રથમ નામાંકન પત્રના ભાગ-3 (ક)ના ક્રમાંક-6માં તેમણે 'ના'ના બદલે 'હા' લખી દીધું હતું. તેજ બહાદ્દુરે દાવો કર્યો છે કે, 19 એપ્રિલ, 2017ના રોજ તેને સસ્પેન્ડ કરાયો હતો, પરંતુ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પદભાર દરમિયાન ભ્રષ્ટાચાર વગેરેના કારણે તેને પદભ્રષ્ટ કરાયો નથી. 

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More