Home> India
Advertisement
Prev
Next

પવન ખેડાને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, મળ્યા વચગાળાના જામીન

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા પવન ખેડાને મોટી રાહત આપી છે જ્યારે અસમ પોલીસને ઝટકો મળ્યો છે. પીએમ મોદી પર ટિપ્પણી મામલે અસમ પોલીસે કોંગ્રેસના નેતા પવન ખેડાની ધરપકડ કરી હતી. હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ગણતરીના કલાકોમાં તેમને જામીન મળી ગયા. આગળ ખેડાએ રેગ્યુલર બેલ માટે અરજી આપવી પડશે.

પવન ખેડાને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, મળ્યા વચગાળાના જામીન

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા પવન ખેડાને મોટી રાહત આપી છે જ્યારે અસમ પોલીસને ઝટકો મળ્યો છે. પીએમ મોદી પર ટિપ્પણી મામલે અસમ પોલીસે કોંગ્રેસના નેતા પવન ખેડાની ધરપકડ કરી હતી. હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ગણતરીના કલાકોમાં તેમને જામીન મળી ગયા. આગળ ખેડાએ રેગ્યુલર બેલ માટે અરજી આપવી પડશે. કોંગ્રેસે કોર્ટમાં ખેડા વિરુદ્ધ દાખલ થયેલી એફઆઈઆર રદ કરવાની પણ માંગણી કરી હતી જો કે કોર્ટે એફઆઈઆર રદ કરવાનો આદેશ આપવાની ના પાડી દીધી. સુપ્રીમ કોર્ટે દિલ્હી ની દ્વારકા કોર્ટને કહ્યું કે પવન ખેડાને મંગળવાર સુધી વચગાળાના જામીન આપો. આ સાથે જ કોર્ટે અરજી પર સિમિત સુનાવણી પણ મંજૂર કરી. તમામ એફઆઈઆરના ક્લબ કરવા પર નોટિસ જારી કરી છે. 

fallbacks

અત્રે જણાવવાનું કે કોંગ્રેસના નેતા પવન ખેડાની દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી. પવન ખેડા કોંગ્રેસના નેતાઓ સાથે રાયપુરમાં થનારા કોંગ્રેસ અધિવેશનમાં શામેલ થવા માટે ઈન્ડિગો ફ્લાઈટથી રવાના થવાના હતા. અચાનક ત્યારે જ દિલ્હી એરપોર્ટ પર અસમ પોલીસે પવન ખેડાની ધરપકડ કરી લીધી.કોંગ્રેસે આ પહેલા આરોપ લગવ્યો કે તેના મીડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાને રાયપુર જનારી ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા અને ત્યારબાદ કોંગ્રેસ નેતાએ દિલ્હી એરપોર્ટ પર ધરણા ધર્યા. 

એએનઆઈના જણાવ્યાં મુજબ અસમ પોલીસના આઈજીપી L&O એ કહ્યું કે અસમના દીમા હસાઓ જિલ્લાના હાફલોંગ પોલીસ મથકમાં કોંગ્રેસ નેતા પવન ખેડા વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. આ કેસ મામલે પવન ખેડાને રિમાન્ડમાં લેવા માટે અસમ પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઈ હતી. 

પવન ખેડાએ શું કહ્યું?
પવન ખેડાએ કહ્યું કે મને કહેવામાં આવ્યું કે તમારા સામાનને લઈને કઈક સમસ્યા છે. જ્યારે મારી પાસે તો ફક્ત એક હેન્ડબેગ છે. જ્યારે ફ્લાઈટથી નીચે ઉતર્યો તો જણાવવામાં આવ્યું કે તમે જઈ શકશો નહીં. ત્યારબાદ કહેવામાં આવ્યું કે તમને DCP મળશે. હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છું. નિયમ, કાયદો અને કારણોનો કોઈ અતોપત્તો નથી. 

અશોક ગેહલોતે સાધ્યું નિશાન
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પવન ખેડાને વિમાનમાંથી નીચે ઉતારવાની ટીકા કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે દિલ્હીથી રાયપુર કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા જઈ રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડ઼ાને અસમ પોલીસે ફ્લાઈટમાંથી નીચે ઉતારી દીધા. એવી તે કઈ ઈમરજન્સી હતી કે અસમ પોલીસે દિલ્હી આવીને આ કૃત્ય કર્યું? પહેલા રાયપુરમાં ઈડીના દરોડા અને હવે આવું કૃત્ય ભાજપની બોખલાહટ દર્શાવે છે. આ નિંદનીય છે. 

પાર્ટી પ્રવક્તા સુપ્રીયા શ્રીનેતે સવાલ કર્યો કે કયા આધાર પર પવન ખેડાને નીચે ઉતારવામાં આવ્યા અને દેશમાં કાયદાનું કોઈ રાજ છે કે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More