School Closed : પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલા પછી કેટલીક જગ્યાએ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. 7 મે 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના જમ્મુ, સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછ જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. જમ્મુના વિભાગીય કમિશનરે જણાવ્યું હતું કે, "ખાસ પરિસ્થિતિને કારણે, પૂંછ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ આજે, 7 મે 2025ના રોજ બંધ રહેશે." અમૃતસરની શાળાઓમાં પણ બાળકોને રજા આપવામાં આવી છે. શાળા મેનેજમેન્ટે બાળકોને પાછા મોકલી દીધા છે.
આ ઉપરાંત, બિકાનેરની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં શાળામાં અંતિમ પરીક્ષાઓ ચાલી રહી છે, જે મુલતવી રાખવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી રામ ગોપાલ શર્માએ જિલ્લા કલેક્ટરના આદેશ પર આ માહિતી આપી છે. પઠાણકોટના ડીસી આદિત્ય ઉપ્પલે આજથી ત્રણ દિવસ માટે પઠાણકોટ જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દીધી છે.
કોણ છે ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા એ 5 ચહેરા ? જાણો તેમના વિશે
15 દિવસ પછી લીધો બદલો
પહેલગામમાં થયેલા હુમલાના બરાબર 15 દિવસ પછ ભારતે બુધવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાઓ બહાવલપુર, મુરીદકે, સિયાલકોટ, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી છે કે ટાર્ગેટ ફક્ત આતંકવાદી ઠેકાણા હતા અને કોઈ પાકિસ્તાની લશ્કરી ઠેકાણા પર હુમલો કર્યો નથી.
બેંકો ચાલુ રહેશે
બેંકો માટે કોઈ બંધની જાહેરાત કરવામાં આવી નથી. બધી બેંક શાખાઓ રાબેતા મુજબ ખુલ્લી રહેશે અને ઓનલાઈન/ડિજિટલ બેંકિંગ સેવાઓ પણ સરળતાથી ઉપલબ્ધ રહેશે. RBI એ તમામ બેંકોને ઉચ્ચ સુરક્ષા ચેતવણી હેઠળ સતર્ક રહેવા જણાવ્યું છે. ઓફિસમાં રજા નથી. આજે એટલે કે 7 મે ના રોજ સરકાર દ્વારા કોઈ રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી નથી. બધી સરકારી અને ખાનગી કચેરીઓ પણ ખુલ્લી રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે