Home> India
Advertisement
Prev
Next

ભાજપના સાંસદ મનોજ તિવારી સાથે ધક્કા-મુક્કી, પોલીસે બાઇક પર બેસાડી નિકળ્યા; જુઓ Viral Video

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વિપક્ષ અને નેતાઓ સાથે મારામારીના અહેવાલો સામે આવ્યા છે. હવે આ યાદીમાં બીજેપી સાંસદ મનોજ તિવારીનું નામ પણ સામેલ થઈ ગયું છે. તેની સાથે ઝપાઝપીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ભાજપના સાંસદ મનોજ તિવારી સાથે ધક્કા-મુક્કી, પોલીસે બાઇક પર બેસાડી નિકળ્યા; જુઓ Viral Video

Manoj Tiwari Scuffle Video: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વિપક્ષ અને નેતાઓ સાથે મારામારીના અહેવાલો સામે આવ્યા છે. હવે આ યાદીમાં બીજેપી સાંસદ મનોજ તિવારીનું નામ પણ સામેલ થઈ ગયું છે. તેની સાથે ઝપાઝપીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

fallbacks

મનોજ તિવારી દેવરિયામાં કરી રહ્યા હતા પ્રચાર
ભાજપના સાંસદ મનોજ તિવારી ભાજપના ઉમેદવારોના પ્રચારમાં વ્યસ્ત છે. આ ક્રમમાં બુધવારે તેઓ યુપીના દેવરિયામાં હતા. તેમણે દેવરિયાના બરહાજ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરવાનો હતો.

મનોજ તિવારી સાથે લોકોની બોલાચાલી
બરહાજ વિધાનસભા ક્ષેત્રમાં તેઓ અલગ-અલગ જગ્યાએ લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા અને ઉમેદવારને જીતાડવાની અપીલ કરી રહ્યા હતા. આ દરમિયાન લોકોની ભીડમાં કેટલાક અરાજક તત્વો સાથે તેની બોલાચાલી થઈ હતી.

બારી સાફ કરવા માટે મહિલાએ જીવ દાવ પર લગાવ્યો, જુઓ ખતરનાક Video

રોષે ભરાયેલા ટોળાએ ભાજપના સાંસદ સાથે કરી હતી ધક્કા-મુક્કી
જોતજોતામાં લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા અને વાતાવરણ તંગ બની ગયું. પછી ભીડમાંથી ઘણા લોકો તેની તરફ જવા લાગ્યા. બચાવ દરમિયાન મનોજ તિવારી અને લોકો વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી. મામલો વધતો જોઈને સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ ભાજપના સાંસદને સુરક્ષામાં લઈ લીધા હતા.

પોલીસની બાઇક પર બેસીને ત્યાંથી નીકળી ગયા
લોકોનો ગુસ્સો જોઈને પોલીસે મનોજ તિવારીને બાઇક પર બેસાડીને ત્યાંથી નિકાળવા પડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

(ઇનપુટ- પ્રતિક વાજપેયી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More