Home> India
Advertisement
Prev
Next

દિલ્હી: 48 કલાકની અંદર જ સિગ્નેચર બ્રિજ પર બીજો જીવલેણ અકસ્માત, એક યુવકનું મોત

રાજધાની દિલ્હીના સિગ્નેચર બ્રિજ પર આજે સવારે 8 વાગે એક વધુ જીવલેણ અકસ્માત સર્જાયો. બ્રિજ પર જઈ રહેલા યુવકની ગાડી અચાનક સ્લિપ થઈ ગઈ અને ચપેટમાં આવી ગયેલા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું

દિલ્હી: 48 કલાકની અંદર જ સિગ્નેચર બ્રિજ પર બીજો જીવલેણ અકસ્માત, એક યુવકનું મોત

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના સિગ્નેચર બ્રિજ પર આજે સવારે 8 વાગે એક વધુ જીવલેણ અકસ્માત સર્જાયો. બ્રિજ પર જઈ રહેલા યુવકની ગાડી અચાનક સ્લિપ થઈ ગઈ અને ચપેટમાં આવી ગયેલા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. છેલ્લા 48 કલાકમાં સિગ્નેચર બ્રિજ પર આ બીજો જીવલેણ અકસ્માત જોવા મળ્યો. 

fallbacks

મળતી માહિતી મુજબ આજે સવારે એક બાઈક પર સવાર બે લોકો ભજનપુરા તરફ જઈ રહ્યાં હતાં. જ્યાં શુક્રવારે અકસ્માત થયો હતો તેના ઓપોઝિટ વળાંક પર બાઈક સ્લિપ થઈ ગઈ. અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા 24 વર્ષના શંકર નામના યુવકનું માથું જોરથી દીવાલ સાથે અફળાયું અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. 

શુક્રવારે બે યુવકોના મોત થયા હતાં
દિલ્હીમાં સેલ્ફીબાજો માટે હોટસ્પોટ બનેલા સિગ્નેચર બ્રિજ પર શુક્રવારે બે બાઈકર્સનું નીચે પડવાથી મોત થયું હતું. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ ખુબ જ ઝડપથી આવી રહેલી આ બાઈક ડિવાઈડર સાથે અથડાઈ, જેનાથી બંને બાઈકર્સ નીચે યમુના ખાદરમાં જઈને પડ્યાં. પીસીઆર બંનેને યમુના ખાદરથી હોસ્પિટલ લઈ ગઈ હતી. પરંતુ બંને રસ્તામાં જ મૃત્યુ પામ્યાં. આ અકસ્માત અંગે એવા અહેવાલો આવી રહ્યાં હતાં કે બંને યુવકો સિગ્નેચર બ્રિજ પર સેલ્ફી લઈ રહ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More