Home> India
Advertisement
Prev
Next

અમરનાથ યાત્રા માટે રવાના થઇ 4417 શ્રદ્ધાળુઓની બીજી ટુકડી, સુરક્ષા દળો સતર્ક

અમરનાથ યાત્રાની શરૂઆત થયા બાદ સોમવાર સવારે શ્રદ્ધાળુઓની સેકન્ડ બેન્ચ બાલટાલ અને પહેલગામ બેઝ કેમ્પ માટે જમ્મૂથી રવાના થઇ ગઇ છે. સોમવાર સવારે રવાના થયેલી આ બેન્ચમાં કુલ 4417 શ્રદ્ધાળુઓ સામેલ છે.

અમરનાથ યાત્રા માટે રવાના થઇ 4417 શ્રદ્ધાળુઓની બીજી ટુકડી, સુરક્ષા દળો સતર્ક

નવી દિલ્હી: અમરનાથ યાત્રાની શરૂઆત થયા બાદ સોમવાર સવારે શ્રદ્ધાળુઓની સેકન્ડ બેન્ચ બાલટાલ અને પહેલગામ બેઝ કેમ્પ માટે જમ્મૂથી રવાના થઇ ગઇ છે. સોમવાર સવારે રવાના થયેલી આ બેન્ચમાં કુલ 4417 શ્રદ્ધાળુઓ સામેલ છે. જેમાં 3495 પુરૂષ, 842 મહિલાઓ, 31 બાળકો અને 50 સાધુઓ સામેલ છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 4417 શ્રદ્ધાળુઓની સેકન્ડ બેન્ચને પુરતી સુરક્ષા વચ્ચે અમરનાથ મોકલવામાં આવી રહી છે.

fallbacks

વધુમાં વાંચો:- J&K: કિશ્તવાડની ખાડીમાં ખાબકી યાત્રી બસ, 31 લોકોના મોત, સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ટીમ

તેમણે જણાવ્યું કે, પ્રથમ બેન્ચ સોમવાર સવારે લગભગ 03:30 વાગ્યે જમ્મૂ બેઝ કેમ્પથી બાલટાલ બેઝ કેમ જવા માટે રવાના થઇ હતી. તેમાં કુલ 1617 શ્રદ્ધાળુઓ સામેલ થયા છે. જેમાં 1174 પુરૂષ, 379 મહિલાઓ, 15 બાળકો અને 48 પુરૂષ સાધુ અને એક મહિલા સાધુ સામેલ છે.

ત્યારે સેકન્ડ બેન્ચ સોમવાર સવારે જમ્મૂ બેઝ કેમ્પથી પહેલગામ બેઝ કેમ્પ જવા માટે રવાના થઇ છે. આ બેન્ચને સુરક્ષા કર્મીઓની સાથે સવારે લગભગ 04:15 વાગ્યે રવાના કરવામાં આવી છે. તેમાં 2321 પુરૂષ, 463 મહિલાઓ અને 16 બાળકો સામેલ છે.

વધુમાં વાંચો:- વરસાદથી અટકી મુંબઇની સ્પીડ: જગ્યાએ જગ્યાએ ટ્રાફિક જામ, લોકલ સેવા પ્રભાવિત

અમરનાથ યાત્રાથી જોડાયેલા વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર પહેલગામ અને બાલકોટ બેઝ કેમ્પ પહોંચ્યા બાદ આ યાત્રી કાલ સવારે તેમની યાત્રા પગપાળા શરૂ કરશે.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More