શોપિયા: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના શોપિયા (Shopian) માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ એન્કાઉન્ટર (Encounter) માં લશ્કર એ તૈયબાના ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓ પાસેથી દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે.
અત્રે જણાવવાનું કે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણ (Encounter) શોપિયાના બડગામ વિસ્તારમાં વહેલી સવારે શરૂ થઈ. જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળો વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો. ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ ચાલુ થઈ ગયું.
આઈજીપી કાશ્મીર વિજય કુમારે જાણકારી આપતા કહ્યું કે શોપિયા (Shopian) માં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર એ તૈયબાના ત્રણ આતંકીઓ માર્યા ગયા. કાશ્મીર (Kashmir) ઝોન પોલીસના જણાવ્યાં મુજબ આતંકીઓ સાથે એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ શહીદ થયો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના એસપીઓ મોહમ્મદ અલ્તાફે શહાદત વ્હોરી. એક પોલીસકર્મી ઘાયલ પણ થયો છે. ઘાયલ પોલીસકર્મીનું નામ મંજૂર અહેમદ છે.
China એ પહેલીવાર સ્વીકાર્યું, ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં માર્યા ગયા હતા આટલા ચીની સૈનિકો
સુરક્ષાદળોએ અથડામણના સ્થળેથી 2 એકે-47 અને એક પિસ્તોલ જપ્ત કરી છે. જો કે ફાયરિંગ હવે બંધ થઈ ગયું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. અથડામણને જોતા શોપિયા જિલ્લામાં ઈન્ટરનેટ સર્વિસ હાલ બંધ કરાઈ છે. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. તેઓ લશ્કર એ તૈયબાના હતા અને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે કામ કરી રહ્યા હતા.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે