અનંતનાગ: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં વેરિનાગના જંગલોમાં સોમવારે સવારે સુરક્ષાબળોએ આતંકવાદીઓને ઘેરી લીધા. અત્યારે સુરક્ષાબળોએ આતંકવાદીઓને મારવા માટે એન્કાઉન્ટર શરૂ કરી દીધું છે.
મળતી માહિતી અનુસાર પોલીસની એક સંયુક્ત ટીમ, સેનાના 2 પૈરા અને સીઆરપીએફએ વેરીનાગ જંગલોમા6 એક કોર્ડન-એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સુરક્ષાબળો જેવા સંદિગ્ધ સ્થળે પહોંચ્યા તો સંતાયેલા આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ સુરક્ષાબળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને મુઠભેડ શરૂ થઇ ગઇ.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી મુઠભેડની પુષ્ટિ કરતાં કહ્યું કે જાણકારી મળી હતી કે આ જંગલોમાં આતંકવાદીઓએ એક હાઇટ આઉટ બનાવ્યો છે અને અહીં આતંકવાદીઓની અવર-જવર રહે છે, ત્યારબાદ આ જગ્યા પર લાંબા સમયથી નજર હતી અને આજે આતંકવાદીઓના એક ગ્રુપને જોતાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. વધુ જાણકારી જલદી સાર્વજનિક કરવામાં આવશે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે