Home> India
Advertisement
Prev
Next

'શરજીલ તેરે સપનો કો મંજિલ તક પહુંચાએંગે' નારા લગાવનારી ઉર્વશી પર રાજદ્રોહનો કેસ

મહારાષ્ટ્ર (Maharashtra) ના પાટનગર મુંબઈના આઝાદ મેદાનમાં પહેલી ફેબ્રુઆરીએ શરજીલ ઈમામના સમર્થનમાં નારા લગાવનારા વિરુદ્ધ પોલીસે  દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. ઉર્વશી ચૂડાવાલા સહિત અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે. એક્ટિવિસ્ટ ઉર્વશી અને 50 અન્ય લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 124એ (દેશદ્રોહ), 153બી, 505, 34 હેઠળ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ. 

'શરજીલ તેરે સપનો કો મંજિલ તક પહુંચાએંગે' નારા લગાવનારી ઉર્વશી પર રાજદ્રોહનો કેસ

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) ના પાટનગર મુંબઈના આઝાદ મેદાનમાં પહેલી ફેબ્રુઆરીએ શરજીલ ઈમામના સમર્થનમાં નારા લગાવનારા વિરુદ્ધ પોલીસે  દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. ઉર્વશી ચૂડાવાલા સહિત અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે. એક્ટિવિસ્ટ ઉર્વશી અને 50 અન્ય લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 124એ (દેશદ્રોહ), 153બી, 505, 34 હેઠળ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ. 

fallbacks

શનિવારે મુંબઈના આઝાદ મેદાનમાં મુંબઈ પ્રાઈડ સોલિડેરિટી ગેધરિંગ 2020 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ દેશદ્રોહના આરોપી શરજીલ ઈમામના સમર્થનમાં નારેબાજી કરી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકોના હાથમાં પ્લેકાર્ડ અને બેનર છે અને તેઓ નારેબાજી કરી રહ્યાં છે. 

ઉર્વશી ચૂડાવાલા ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (TISS)માં મીડિયા અને સંસ્કૃતિમાં એમએ સેકન્ડ યરની સ્ટુડન્ટ છે. પોલીસે આરોપીઓ સામે એક નક્કર કેસ બનાવ્યો છે. મામલો નોંધતા પહેલા ઉર્વશી ચૂડાવાલાની સોશિયલ મીડિયા પોસ્ટની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી. 

પોલીસના જણાવ્યાં મુજબ ઉર્વશી ચૂડાવાલાને મામલાની પ્રાથમિક તપાસ માટે બેવાર બોલાવવામાં આવી હતી પરંતુ તે ગઈ નહી. મુંબઈમાં આયોજિત નાગરિકતા સંશોદન કાયદાના વિરોધની રેલીમાં ફ્રી કાશ્મીરના પોસ્ટર બાદ આ બીજો મામલો સામે આવ્યો છે. જેમાં પ્રદર્શનકારીઓ ભારતવિરોધી નિવેદનો આપી રહ્યાં હતાં. 

આ VIDEO પણ ખાસ જુઓ...

મુંબઈ પોલીસે કહ્યું કે LGBTQ ઈવેન્ટના આયોજક આ મામલે આરોપી નથી. આ એક એવા લોકોનો સમૂહ હતો જેમણે દિશાનિર્દેશોનું પાલન કર્યું નહીં અને આ પ્રકારના નારા લગાવ્યાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More