Home> India
Advertisement
Prev
Next

પતિને જયપુર જવાનું કહીને પ્રેમીને મળવા માટે સરહદ પાર પાકિસ્તાન પહોંચી ગઈ અંજુ, જાણો શું છે મામલો

Indian married Woman crosses border:  હાલના દિવસોમાં હિન્દુસ્તાનથી લઈને પાકિસ્તાન સુધી સીમા હૈદર અને સચિન મીણાની પ્રેમ કહાણીના ચર્ચા છે. પ્રેમમાં પાગલ થયેલી સીમા જે રીતે પોતાના 4 બાળકોને લઈને વિઝા વગર સરહદ પાર ભારત પહોંચી ગઈ. તેને જોતા તપાસ એજન્સીઓના પણ તે નિશાના પર છે. પરંતુ સીમા અને સચિન વચ્ચે પબજીવાળો પ્રેમ હાલ તો ખુબ ચર્ચાને એરણે છે ત્યારે આ બધા વચ્ચે એક બીજી પણ કહાણી સામે આવી છે

પતિને જયપુર જવાનું કહીને પ્રેમીને મળવા માટે સરહદ પાર પાકિસ્તાન પહોંચી ગઈ અંજુ, જાણો શું છે મામલો

Indian married Woman crosses border:  હાલના દિવસોમાં હિન્દુસ્તાનથી લઈને પાકિસ્તાન સુધી સીમા હૈદર અને સચિન મીણાની પ્રેમ કહાણીના ચર્ચા છે. પ્રેમમાં પાગલ થયેલી સીમા જે રીતે પોતાના 4 બાળકોને લઈને વિઝા વગર સરહદ પાર ભારત પહોંચી ગઈ. તેને જોતા તપાસ એજન્સીઓના પણ તે નિશાના પર છે. પરંતુ સીમા અને સચિન વચ્ચે પબજીવાળો પ્રેમ હાલ તો ખુબ ચર્ચાને એરણે છે ત્યારે આ બધા વચ્ચે એક બીજી પણ કહાણી સામે આવી છે. હવે પ્રેમ ખાતર એક ભારતીય મહિલા સરહદ ઓળંગીને પોતાના પ્રેમીને મળવા માટે પાકિસ્તાન પહોંચી ગઈ. આ મહિલાનું નામ અંજુ છે અને તેના પ્રેમીનું નામ નસરુલ્લાહ છે. 

fallbacks

સીમા જેવી જ કહાણી
હિન્દુસ્તાનથી પાકિસ્તાન ગયેલી છોકરી અંજૂ અને પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની કહાણી એકદમ સરખા જેવી છે. બંને પોતાના પ્રેમ માટે સરહદો ઓળંગી નાખી. જો કે અંજુ કાયદેસર રીતે વિઝા લઈને પાકિસ્તાન ગઈ છે. જ્યારે સીમા હૈદર નેપાળના રસ્તે ભારત આવી છે. જેની તપાસ ચાલુ છે. અંજુ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનમાં રહેતા નસરુલ્લાહને મળી અને તેની સાથે મિત્રતા થઈ. આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. ત્યારબાદ તે તેના પ્રેમીને મળવા માટે પાકિસ્તાન જતી રહી. 

ફેસબુકીયો પ્રેમ
સીમા હૈદર માટે પબજી પ્રેમનો રસ્તો બન્યો  જ્યારે અંજુને તેનો પ્રેમ ફેસબુક પર મળ્યો. આ સોશિયલ મીડિયા પર પહેલા બંનેની મિત્રતા થઈ અને પછી પ્રેમ વધવા લાગ્યો. ત્યારબાદ અંજુ પ્રેમના હાથે એટલી પાગલ થઈ કે સરહદો ઓળંગીને પાકિસ્તાન પહોંચી ગઈ. 

ખૈબર પખ્તુનખ્વાના ડીરનો છે નસરુલ્લાહ
અંજુનો પ્રેમની નસરુલ્લાહ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડીરનો રહીશ છે અને એક શિક્ષક તરીકે કામ કરતો હતો. હાલ તે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરે છે. જ્યારે અંજુનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. પરંતુ હાલ તે રાજસ્થાનમાં રહે છે. અંજુની ઉંમર 35 વર્ષ છે જ્યારે નસરુલ્લાહ 29 વર્ષનો છે. એવું કહેવાય છે કે અંજુ વિઝિટર વિઝા પર 21 જુલાઈના રોજ પાકિસ્તાન પહોંચી. તેના પાસપોર્ટ પર એન્ટ્રીથી તેની જાણકારી મળી છે. અંજુના વિઝા હજુ  એક્સપાયર થયા નથી. 

પતિને કહ્યું જયપુર જઉ છું
અંજુના પતિ અરવિંદે ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે તેની પત્ની તેને જયપુર જવાનું કહીને નીકળી હતી. તેમણે જણાવ્યું કે તે સહેલીને મળવા જયપુર જવાની વાત કરીને નીકળી હતી. પહેલા નહતું જણાવ્યું કે પાકિસ્તાન જાય છે. પરંતુ આજે જણાવ્યું કે તે લાહોરમાં છે અને સહેલીના ત્યાં ગઈ છે. તેની સાથે જ 2-3 દિવસમાં પાછા ફરવાની વાત કરી છે. 

વિઝામાં લગ્ન માટે પાકિસ્તાન આવવાનો ઉલ્લેખ
અંજુના વિઝિટ વિઝા ઉપર પણ લગ્ન માટે પાકિસ્તાન આવવાનો ઉલ્લેખ છે. હાલ જો કે સીમાની જેમ અંજુનો પ્રેમ પણ સરહદ પાર કરવાના મુદ્દે ચર્ચાનો વિષય બન્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More