નવી દિલ્હી : ભારતના પૂર્વ ક્રિકેટર ખેલાડી વીરેન્દ્ર સેહવાગે અંગત કારણોનો હવાલો ટાંકતા લોકસભા ચૂંટણી માટેના ભાજપના પ્રસ્તાવનો ઇન્કાર કરી દીધો છે. દિલ્હી એકમના એક વરિષ્ઠ નેતાએ આ માહિતી આપી છે. જો કે તેમણે કહ્યું કે, સેહવાગની ટીમના પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર રાજનીતિમાં ડગ માંડવા અને દિલ્હીથી ચૂંટણી લડવા મુદ્દે ગંભીર છે.
BSNL કર્મચારીઓ માટે ખુશખબર: આ શુક્રવારે મળશે પગાર !
ભાજપ નેતાએ જણાવ્યું કે, સહેવાગનું નામ પશ્ચિમી દિલ્હીથી સીટ માટે ચાલી રહ્યું હતું જેના પર આ સમયે ભાજપનાં પ્રવેશ વર્મા સાંસદ છે. જો કે સેહવાગે અંગત કારણોનો હવાલો ટાંકતો પ્રસ્તાવ ભગાવી દીધો છે. તેમણે કહ્યું કે, સહેવાગે કહ્યું કે, તેઓ રાજનીતિ અથવા ચૂંટણી લડવામાં હાલ રસ નથી ધરાવતા.
સીટ શેરિંગ મુદ્દે માંઝી નારાજ, HAMની મહાગઠબંધનનો છેડો ફાડવાની ચીમકી ઉચ્ચારી
ફેબ્રુઆરીમાં આવી હતી રોહતકથી ચૂંટણી લડવાનાં સમાચાર આવ્યા હતા
ફેબ્રુઆરીમાં એવા સમાચારો આવ્યા હતા કે સેહવાગ ભાજપની ટીકિટ પર હરિયાણામાં રોહતકથી ચૂંટણી લડશે. જો કે ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ ખેલાડીએ ટ્વીટર પર કહ્યું હતું કે, કેટલીક એવી વસ્તુઓ છે જે હજી નથી બદલી, જેમ કે આ પ્રકારની અફવા. 2014માં પણ એવું થયું હતું અને 2019ની અફવામાં કોઇ જ નવાઇ નથી. ન તો ત્યારે રસ હતો, ના હવે આ. વાત ખતમ.
રાજીવ-સોનિયા ગાંધીના અંગત ગણાતા ટોમ વડક્કન કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
ભાજપનાં દિલ્હી એકમનાં વરિષ્ઠ નેતાએ કહ્યું કે, લોકસભા ચૂંટણી માટે યોજાઇ રહેલી બેઠકમાં ગંભીરે ભાગ લેવાનું ચાલુ કરી દીધું છે. આ અઠવાડીયાની શરૂઆતમાં ડિફેન્સ કોલોનીમાં રેસિડેંટ વેલફેર એસોસિએશન દ્વારા આયોજીત આ પ્રકારની બેઠકમાં તેમણે ભાગ લીધો હતો. સંપર્ક કરવા અંગે ગંભીરે જણાવ્યું કે, તે અંગે મને કોઇ જ સંકેત નથી, અત્યાર સુધી આ અફવાઓ છે. દિલ્હીમાં 12 મેનાં રોજ ચૂંટણી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે