Home> India
Advertisement
Prev
Next

નવા સંસદ ભવનનું નિર્માણ અંતિમ સંસ્કારમાં DJ વગાડવા જેવું, કોંગ્રેસનો સરકાર પર હુમલો

નવા સંસદ ભવનનો શિલાન્યાસ થવાની સાથે કોંગ્રેસે સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસ પાર્ટી નવા સંસદ ભવનને લઈને ગુસ્સામાં છે. કોંગ્રેસે નવા સંસદ ભવન અને જુના ભવનની ડિઝાઇનની તુલના કરતા સ્વદેશી અને વિદેશીનો મુદ્દો ઉછાળ્યો છે.
 

નવા સંસદ ભવનનું નિર્માણ અંતિમ સંસ્કારમાં DJ વગાડવા જેવું, કોંગ્રેસનો સરકાર પર હુમલો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી નવા સંસદ ભવનને લઈને ગુસ્સામાં છે. કોંગ્રેસે નવા સંસદ ભવન અને જુના ભવનની ડિઝાઇનની તુલના કરતા સ્વદેશી અને વિદેશીનો મુદ્દો ઉછાળ્યો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે કહ્યુ કે, અંગ્રેજોએ બનાવેલું હાલનું સંસદ ભવન મધ્ય પ્રદેશના મુરૈના સ્થિત ચોસઠ યોગિની મંદિર જેવું દેખાય છે, પરંતુ નવું 'આત્મનિર્ભર' સંસદ ભવનનું સ્વરૂપ વોશિંગટન ડીસી સ્થિત પેન્ટાગન (અમેરિકી સંસદનો રક્ષા વિભાગ) સાથે મળતું આવે છે. તેને લઈને લોકો વચ્ચે અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી છે. 

fallbacks

નવા સંસદ ભવનના નિર્માણની કોંગ્રેસ પ્રવક્તાએ કરી ટીકા
તો કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલે નવા સંસદ ભવનને ટ્વીટ કરીને લખ્યુ કે, નવી ઈમારતની આધારશિલા રાખવાનો નિર્ણય સંવેદનહીન, હ્રદયહીન અને બેશરમી ભર્યો છે. ખાસ કરીને તેવા સમયમાં જ્યારે દેશ આર્થિક મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ભાજપ લોકોને રાહત આપવાની જગ્યાએ ખોટા જુલૂસ કાઢી રહી છે. તેમણે કહ્યુ કે, સરકારનું આ પગલું અંતિમ સંસ્કારના સમયે ડીજે વગાડવા બરાબર છે. 

એક તરફ કાળા કૃષિ કાયદા દ્વારા ભાજપે કિસાનોની આજીવિકા પર બુલડોઝર ફેરવી દીધું, બીજી તરફ જનતાના પૈસા ભવન નિર્માણ પર ખર્ચ કરી રહી છે, જેની જરૂર નહતી. પરંતુ તે કરી રહી છે પોતાના અહંકારને સંતુષ્ટ કરવા માટે. જયવીર શેરગિલે કહ્યુ કે, મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગના રૂપમાં નવા સંસદ ભવનની આધારશિલા રાખવાનું કામ કિસાનોની રોટી છીનવ્યા બાદ કેકની દુકાન ખોલવા જેવું છે. 

ભારતીય સંસદનો ઈતિહાસઃ આતંકી હુમલાથી લઈને રાજકિય ઊથલપાથલનું સાક્ષી છે સંસદ ભવન

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More