Home> India
Advertisement
Prev
Next

આટલી મોટી જનસંખ્યાવાળા દેશમાં 2-3 મહિનામાં ન થઈ શકે બધાનું વેક્સિનેશનઃ અદાર પૂનાવાલા

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું- આપણે વિશ્વની સૌથી મોટી વસ્તીવાળા બે દેશોમાંથી છીએ, આટલી મોટી જનસંખ્યાનું રસીકરણ 2-3 મહિનામાં પૂરુ ન થઈ શકે. 

આટલી મોટી જનસંખ્યાવાળા દેશમાં 2-3 મહિનામાં ન થઈ શકે બધાનું વેક્સિનેશનઃ અદાર પૂનાવાલા

નવી દિલ્હીઃ દેશ આ સમયે કોરોના સંક્રમણની બીજી લહેરની ઝપેટમાં છે. છેલ્લા કેટલાક દિવસથી 4 હજારથી વધુ લોકોના એક દિવસમાં મૃત્યુ થઈ રહ્યાં છે. આ કારણ છે કે વેક્સિનની માંગ વધી રહી છે. ઘણી રાજ્ય સરકારોએ તો વેક્સિનની કમી પર સવાલ ઉઠાવ્યા છે. આ વચ્ચે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ એક નિવેદન જારી કરી કહ્યુ કે, ભારત મોટી જનસંખ્યાવાળો દેશ છે અને આટલી મોટી વસ્તીને 2-3 મહિનામાં વેક્સિનેશન કરવી શક્ય નથી. 

fallbacks

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું- આપણે વિશ્વની સૌથી મોટી વસ્તીવાળા બે દેશોમાંથી છીએ, આટલી મોટી જનસંખ્યાનું રસીકરણ 2-3 મહિનામાં પૂરુ ન થઈ શકે. તેમાં ઘણા પ્રકારના પડકાર અને કારણ સામેલ હોય છે. આખા વિશ્વને રસી લગાવવામાં 2-3 વર્ષનો સમય લાગશે. 

વિદેશમાં વેક્સિન મોકલવા પર શું કહ્યું
સીરમે કહ્યું કે, પાછલા વર્ષે અમારી પાસે વેક્સિનનો મોટો સ્ટોક હતો અને આપણી વેક્સિનેશન ડ્રાઇવ સફળતાની સાથે શરૂ થઈ. તે સમયે કોરોનાના કેસ ઓછા થઈ રહ્યાં હતા અને રેકોર્ડ સ્તર પર ઘટી રહ્યા હતા. તે સમયે મોટાભાગના લોકો, જેમાં સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા નિષ્ણાંતો સામેલ છે, માની રહ્યાં હતા કે દેશમાં મહામારી હવે ખતમ થવા પર છે. 

તેમણે કહ્યું કે, જ્યારે તે દરમિયાન દુનિયાના ઘણા દેશ મુશ્કેલમાં હતા અને તેને મદદની જરૂર હતી. આ દરમિયાન આપણી સરકારે જ્યાં શક્ય થઈ શક્યું, મદદ પહોંચાડી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આપણે તે સમજવુ પડશે કે મહામારીની કોઈ જીયોગ્રાફી કે રાજનૈતિક બાઉન્ડ્રી નથી. આપણે ત્યાં સુધી સુરક્ષિત નથી, જ્યાં સુધી દુનિયામાં દરેક વ્યક્તિ તેને હરાવવા માટે કાબિલ ન થઈ જાય.

આ પણ વાંચોઃ corona: છેલ્લા 15 દિવસમાં દેશમાં ઘટી કોરોનાની ગતિ, રિકવરી રેટ વધ્યોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

સીરમ તરફથી કહેવામાં આવ્યું કે, અમે 20 કરોડથી વધુ ડોઝની ડિલિવરી કરી છે, છતાં તે માટે અમને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી યૂએસની ફાર્મા કંપનીને મંજૂરી મળ્યાના બે મહિના બાદ મળી. જો કુલ ડોઝ બનાવવા અને ડિલિવર કરવા પર નજર કરો તો અમે દુનિયામાં ટોપ-3માં છીએ. અમે નિર્માણ સતત વધારી રહ્યાં છીએ અને ભારતને પ્રાથમિકતા આપીએ છીએ. અમને તે વાતની આશા છે કે અમે  COVAX અને અન્ય દેશોને આ વર્ષના અંત સુધી વેક્સિનની ડિલિવરી આપવાનું શરૂ કરી દેશું. 

કંપનીના સીઈઓ પૂનાવાલાએ કહ્યુ કે, અમે ભારતના લોકોનો જીવ ખતરામાં મૂકી વેક્સિન એક્સપોર્ટ કરી નથી. અમે દેશમાં વેક્સિનેશન ડ્રાઇવને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More