Home> India
Advertisement
Prev
Next

સુપ્રીમે બેંકોને આપ્યો મોટો ઝટકો, કહ્યું-લોન લેનારાનો પક્ષ સાંભળ્યા વગર ખાતા ફ્રોડ જાહેર ન કરો

બેંક લોન મામલાઓ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી લોન લેનારાઓનો પક્ષ સાંભળવામાં ન આવે ત્યાં સુધી તેમના ખાતાને 'ફ્રોડ જાહેર' કરવામાં ન આવે. 

સુપ્રીમે બેંકોને આપ્યો મોટો ઝટકો, કહ્યું-લોન લેનારાનો પક્ષ સાંભળ્યા વગર ખાતા ફ્રોડ જાહેર ન કરો

બેંક લોન મામલાઓ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી લોન લેનારાઓનો પક્ષ સાંભળવામાં ન આવે ત્યાં સુધી તેમના ખાતાને 'ફ્રોડ જાહેર' કરવામાં ન આવે. સુનાવણીની તક આપ્યા વગર લોન લેનારાઓના ખાતાઓને ફ્રોડમાં વર્ગીકરણ કરવાથી ગંભીર સિવિલ પરિણામ આવી શકે છે. આ એક પ્રકારે લોન લેનારાઓને 'બ્લેક લિસ્ટ' માં નાખવા સમાન છે. આથી ફ્રોડ પર માસ્ટર નિર્દેશો હેઠળ ઉધાર લેનારાને સુનાવણીની તક મળવી જોઈએ. 

fallbacks

કોર્ટે કહ્યું કે ઓડી અલ્ટરમ પાર્ટેમના સિદ્ધાંતોને ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક ખાતાઓના ફ્રોડ ખાતામાં વર્ગીકરણ પર બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં વાંચવામાં આવે. આ પ્રકારનો નિર્ણય એક તર્કપૂર્ણ આદેશ દ્વારા થવો જોઈએ. એવું ન માની શકાય કે માસ્ટર સર્ક્યુલર કુદરીત ન્યાયના સિદ્ધાંતોને બહાર કરે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની બેન્ચે ડિસેમ્બર 2020માં તેલંગણા હાઈકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને યથાવત રાખ્યો છે. 

રેકોર્ડ તૂટ્યો! 4 ભાઈઓએ બહેન માટે 8 કરોડનું મામેરું ભર્યું...વિગતો જાણી અચંબિત થશો

ભાડે રહેતા લોકો માટે ખુબ જરૂરી માહિતી, કેમ 11 મહિના માટે થાય છે ભાડા કરાર?

અતિક અહમદની વેન સાથે ગાય અથડાઈ, પલટાતા પલટાતા રહી ગઈ ગાડી, જુઓ Video

બેન્ચે ગુજરાત હાઈકોર્ટના તે ચુકાદાને પણ રદ કર્યો જે તેનાથી વિપરિત હતો. તેલંગણા હાઈકોર્ટે કહ્યું હતું કે ઓડી અલ્ટરમ પાર્ટેમનો સિદ્ધાંત એટલે કે પક્ષને સુનાવણીની તક આપવી, પછી ભલે તે ગમે તેટલો નાનો કેમ ન હોય, કોઈ પાર્ટીને 'ફ્રોડ કરજદાર' કે 'ફ્રોડવાળા ખાતાનો ધારક' તરીકે જાહેર કરતા પહેલા લાગૂ થવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More