નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Elections 2019) નજીક છે ત્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સુપ્રીમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. 2014ના ચૂંટણી સોગંદનામામાં અપરાધિક કેસો સંબંધિત જાણકારી છૂપાવવા બદલ ફડણવીસે હવે કોર્ટ કાર્યવાહીનો સામનો કરવો પડશે. સુપ્રીમ કોર્ટે ફડણવીસને બોમ્બે હાઈકોર્ટમાંથી મળેલી ક્લીન ચીટને ફગાવી દીધી છે. હકીકતમાં ચૂંટણીના સોગંદનામામાં બે અપરાધિક કેસો સંબંધિત જાણકારી છૂપાવવા માટે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે ક્લીનચીટ આપવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને નિર્દેશ આપ્યા છે કે તેઓ ફડણવીસ વિરુદ્ધ ફરિયાદ પર નવેસરથી વિચાર કરે.
SC/ST એક્ટ: ધરપકડ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાનો જ ચુકાદો પલટી નાખ્યો
અરજીકર્તાનો આરોપ છે કે ફડણવીસે 2014 વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉપર પેન્ડિંગ 2 અપરાધિક કેસોની જાણકારી છૂપાવી. જેને બોમ્બે હાઈકોર્ટ પહેલે નકારી ચૂકી છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટ સતીષ ઉકે દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં કહેવાયું હતું કે ફડણવીસે પોતાના વિરુદ્ધ પેન્ડિંગ અપરાધિક કેસોનો કથિત ખુલાસો કર્યો નથી.
કલમ 370: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા માટે આપ્યો 4 અઠવાડિયાનો સમય
ઉકેએ અરજીમાં આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી ફડણવીસે 2014 વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચમાં દાખલ કરેલા સોગંદનામામાં તેમના વિરુદ્ધના બે કેસોની જાણકારી આપી નથી. બોમ્બે હાઈકોર્ટે સતીષ ઉકેની અરજી ફગાવી હતી. જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા માટે ફડણવીસની ઉમેદવારી રદ કરવાની માગણી કરી હતી.
જુઓ LIVE TV
ઉકેએ આરોપ લગાવ્યો હતો કે 2009 અને 2014માં નાગપુરના દક્ષિણ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રથી નામાંકન ભરતી વખતે ફડણવીસે તેમના વિરુદ્ધના બે પેન્ડિંગ કેસોની જાણકારી છૂપાવી. જે પીપલ્સ એક્ટ 1951ની 125એનો સ્પષ્ટ ભંગ છે. અરજીકર્તાના જણાવ્યાં મુજબ 1996 અને 1998માં ફડણવીસ વિરુદ્ધ ફ્રોડ અને દગાબાજીના આરોપમાં બે કેસ દાખલ થયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે