Home> India
Advertisement
Prev
Next

હેવાનિયતની હદ! પત્નીને નગ્ન કરીને હાર્મહાઉસમાં દોસ્તોની સામે કરાતો ડાન્સ, અનેકવાર કર્યો ગેંગરેપ!

હેવાનિયતની હદ! પત્નીને નગ્ન કરીને હાર્મહાઉસમાં દોસ્તોની સામે કરાતો ડાન્સ, અનેકવાર કર્યો ગેંગરેપ!

નવી દિલ્લીઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કહેવાય છે કે પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે, પરંતુ ઈન્દોરમાં એક પતિએ પોતાની પત્ની સાથે જે કર્યું તે જાણીને તમારો આત્મા કંપી જશે. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

fallbacks

પતિએ મિત્રો સાથે મળીને ઘણી વખત ગેંગરેપ કર્યો-
આરોપ છે કે પતિ તેની પત્નીને નગ્ન કરતો હતો અને ફાર્મ હાઉસમાં તેના મિત્રોની સામે ડાન્સ કરાવતો હતો. આરોપી પતિએ ઈન્દોરમાં તેના ફાર્મ હાઉસમાં મિત્રો સાથે મળીને તેની પત્ની સાથે ઘણી વખત ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. પીડિતા સાથે પતિ અને તેના મિત્રોએ ગેંગરેપ કર્યો.

પતિની ક્રૂરતાથી કંટાળીને ફરિયાદ નોંધાવી-
પતિ અને તેના મિત્રોની ક્રૂરતાથી કંટાળીને મહિલાએ ઈન્દોરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરીને રવિવારે અલગ-અલગ જગ્યાએથી મહિલાના પતિ અને તેના પાંચ મિત્રોની ધરપકડ કરી હતી.

બંનેની મુલાકાત મેટ્રિમોનિયલ સાઈટ થકી થઈ હતી-
ઈન્દોર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે પીડિત મહિલા છત્તીસગઢની રહેવાસી છે. તેઓ સરકારી શિક્ષક છે. મહિલાની ઓળખ આરોપી પતિ સાથે મેટ્રિમોનિયલ સાઈટ થકી થઈ હતી. આ પછી બંનેએ લગ્ન કરી લીધા.

પીડિત મહિલાએ જણાવ્યું કે જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેના પતિના ઘરેથી કોઈ લગ્ન સમારોહમાં આવ્યું ન હતું. લગ્ન કરવા તે એકલો આવ્યો હતો. આરોપી પહેલથી જ પરિણીત હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More