હિના ચૌહાણ, અમદાવાદઃ જેટલો મોટો અપરાધ એટલી મોટી સજા. એવા જ અપરાધની સજા મળવાની છે શબનમને. જો કે, આઝાદી બાદ પહેલી મહિલાને થનારી ફાંસી હાલ પૂરતી ટળી છે. શબનમ આઝાદ ભારતની એવી પહેલી મહિલા હશે જેને ફાંસીની સજા મળશે. પ્રેમી સાથે મળીને 7 લોકોની હત્યા કરનારી શબનમનું ડેથ વોરંટ જાહેર નથી થઈ શક્યું.
શબનમને ફાંસી આપવા માટેની તારીખ આવવાની રાહ છે. જો કે., રાજ્યાપાલ આનંદીબેન પટેલ પાસે અરજી દાખલ કર્યા બાદ ડેથ વોરંટ ત્યાં સુધી દાખલ ન થઈ શકે જ્યાં સુધી રાજ્યપાલ તેના પર પોતાનો નિર્ણય ન જાહેર કરે. આ ફાંસીમાં કેટલો સમય લાગી શકે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. ઘણા અપરાધી એવા છે કે જેમનો ગુનો ગમે તેટલો મોટો કેમ ન હોય પણ છતાં તેમને ફાંસીની સજા નથી આપી શકાતી. ત્યારે કોણ છે તે લોકો, જોઈએ...
આ લોકોને નથી આપી શકાતી ફાંસીઃ
1. એ વ્યક્તિને ક્યારેય ફાંસી ન આપી શકાય જે કોઈ મોટી બિમારીથી પીડિત હોય, અથવા તો જેની સારવાર ચાલી રહી હોય. જો બિમારી દુર્લભ હોય તો અપરાધીને ફાંસી ન થઈ શકે.
2. સંવિધાન ક્યારેય પણ ગર્ભવતી મહિલાને ફાંસી આપવાની મંજૂરી નહીં આપે. કેમ કે, કોઈ અપરાધી મહિલાની સજા તેના બાળકને ન આપી શકાય.
3. માનસિક રૂપથી બિમાર લોકોને ફાંસી નથી આપી શકાતી. જો તેમના મેડિકલ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ હોય કે આ વ્યક્તિની માનસિક ઠીક નથી તો તેને ફાંસીની સજા ન આપી શકાય.
4. નાબાલિક અપરાધીને પણ ફાંસીની સજા નથી આપી શકાતી. નાબાલિકને જેલની જગ્યાએ સુધાર ગૃહમાં રાખવામાં આવે છે અથવા તો વધુમાં વધુ આજીવન જેલની સજા મળી શકે છે. બાલિક થઈ ગયા પછી પણ તેના અપરાધની સજા નથી આપી શકાતી.
સંવિધાનના નિયમો અનુસાર ફાંસીની સજા રોકવા માટે એક અન્ય રસ્તો પણ છે. દેશના રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલવામાં આવે છે. જો આ અરજી રાષ્ટ્રપતિ સ્વીકારી લે છે તો અપરાધીને ફાંસીની સજા નથી થતી.
જાણો ફૂલ કરતા પણ વધારે હોય છે કાંટાળા બાવળના ફાયદા
આ રીતે નક્કી થાય છે ફાંસી આપવાનો સમયઃ
સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી અપરાધીને ફાંસી નથી આપી શકાતી. દર મહિને સૂર્યના બદલાવ મુજબ ફાંસીનો સમય નક્કી કરાતો હોય છે.
ભારતમાં મહિના મુજબ ફાંસીનો સમયઃ
1) નવેમ્બરથી ફેબ્રુઆરી - સવારે 8:00 વાગ્યે
2) મેથી ઓગસ્ટ - સવારે 6:00 વાગ્યે
3) માર્ચ, એપ્રિલ, સપ્ટેમ્બર, ઓક્ટોબર- સવારે 7: વાગ્યે
21મી સદીમાં આ લોકોને થઈ ફાંસીઃ
1. દેશમાં છેલ્લે 20 માર્ચ 2020માં અપરાધીઓને ફાંસી આપી હતી. 2012માં થયેલા નિર્ભય કાંડના 4 અપરાધીઓ અક્ષય, વિનય, પવન અને મૂકેશને 8 વર્ષ બાદ ફાંસીની આપવામાં આવી હતી. જેમને વહેલી સવારે 5:30 વાગ્યે ફાંસી આપવામાં આવી હતી.
2. આ પહેલા 2015માં યાકૂબ મેમનને ફાંસી આપવામાં આવી હતી. યાકૂબ મેમન 1993માં થયેલા મુંબઈ બ્લાસ્ટનો મુખ્ય આરોપી હતો.
3. અઉઝલ ગુરુને 2013માં ફાંસી આપવામાં આવી હતી. 2001માં ભારતીય સંસદ પર આતંકવાદી હુમલાનો દોષી હતો.
4. 2008માં થયેલા મુંબઈ બ્લાસ્ટ જેને 26¥11 બ્લાસ્ટના નામથી ઓળખવામાં આવે છે. જેનો અપરાધી અઝમલ કસાબને 4 વર્ષ બાદ 2012માં ફાંસી આપવામાં આવી હતી.
5. 21મી સદીનો અપરાધી ધનંજય ચટર્જીને પહેલીવાર ફાંસી આપવામાં આવી હતી. ધનંજય 14 ઓગસ્ટ 2004માં ફાંસી આપવામાં આવી હતી. 1990માં 15 વર્ષની બાળકી પર રેપ અને મર્ડરનો દોષી હતો.
આ પહેલાં પણ મહિલાને સંભળાવી હતી ફાંસીની સજાઃ
જાણકારી મુજબ, 1980ના દશકમાં પારિવારિક હત્યાના મામલે કોર્ટે એક મહિલા અને તેના સંબંધીને ફાંસીની સજા સંભળાવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તે સજાને આજીવન જેલની સજામાં બદલી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે