Home> India
Advertisement
Prev
Next

22 લાખની ગાડી વેચીને કોરોનાકાળમાં સેવા કરે છે આ વ્યક્તિ, રોજ 500 ફોન આવે છે

દેશભરમાં કોરોના વાયરસ ભયંકર કેર વર્તાવી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલોમાં અનેક વસ્તુઓની અછત ઉભી થઈ છે જેમાંથી એક છે ઓક્સિજન. ઓક્સિજનને લઈને હાલ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે.

22 લાખની ગાડી વેચીને કોરોનાકાળમાં સેવા કરે છે આ વ્યક્તિ, રોજ 500 ફોન આવે છે

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus)  ભયંકર કેર વર્તાવી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલોમાં અનેક વસ્તુઓની અછત ઉભી થઈ છે જેમાંથી એક છે ઓક્સિજન. ઓક્સિજનને લઈને હાલ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. તેને જોતા કેટલાક લોકો તેની કાળાબજારી પણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો મસીહા બનીને લોકોને સેવા કરી રહ્યા છે. આવા જ એક વ્યક્તિ છે શાહનવાઝ શેખ જે  ઓક્સીજન મેન તરીકે ઓળખાય છે. 

fallbacks

મુંબઈ (Mumbai) ના રહીશ શાહનવાઝ શેખ  લોકોને મોતના મોઢામાંથી બહાર કાઢવા માટે દરેક શક્ય કોશિશ કરી રહ્યા છે. શાહનવાઝ શેખ જરૂરિયાતવાળા લોકોના એક ફોન પર ઓક્સિજન પહોંચાડે છે. આ માટે તેમણે એક ટીમ અને કંટ્રોલ રૂમ બનાવ્યો છે. તેમના આ નેક કામના કારણે તેમને ઓક્સિજન મેન તરીકે પણ લોકો ઓળખે છે. 

પોતાની 22 લાખની SUV વેચી નાખી
અત્રે જણાવવાનું કે શાહનવાઝ શેખ ગત વર્ષથી લોકોની મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોને મદદ પહોંચાડી છે. શાહનવાઝ  અને તેમની ટીમ પાસે હાલ લગભગ 200 જેટલા સિલિન્ડર છે. જેમાંથી 40 ભાડે લીધા છે. તેમનું કહેવું છે કે ગત વર્ષે લોકોની મદદ કરતા કરતા તેમની પાસે પૈસા ખતમ થઈ ગયા. ત્યારબાદ તેમણે પોતાની 22 લાખની SUV ફોર્ડ એન્ડેવર વેચી નાખી.

રોજ 500થી વધુ ફોન આવે છે
એન્ડેવર વેચ્યા બાદ જે પૈસા મળ્યા તેમાથી શાહનવાઝ શેખ લોકોની મદદ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓક્સિજનની ડિમાન્ડ વધુ છે. એક રિપોર્ટ મુજબ શાહનવાઝ શેખે જણાવ્યું કે પહેલા જ્યાં 50 સિલિન્ડરના કોલ આવતા હતા ત્યાં હવે 500થી વધુ લોકો તેમને ઓક્સિજન માટે ફોન કરે છે. 

Corona: દેશમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે આ 4 મુદ્દે માંગ્યા જવાબ

Big News: 18 વર્ષથી મોટી ઉંમરના લોકો આ તારીખથી કરાવી શકશે કોરોના રસી માટે રજિસ્ટ્રેશન

Video: Covid-19 પોઝિટિવ આવ્યા બાદ દર્દીએ ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ? ડોક્ટર શું કહે છે ખાસ જાણો

હે ભગવાન! આ શું સ્થિતિ...એક દર્દીના પરિજનોએ બીજા દર્દીને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ હાઈજેક કરી, બંનેના મોત 

Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More