Shani Sade Sati and Dhaiyaa on zodiac signs in 2022: શનિ અઢી વર્ષ બાદ રાશિ પરિવર્તન કરી રહ્યો છે અને 30 વર્ષ બાદ પોતાની જ રાશિ કુંભમાં પ્રવેશ કરી રહ્યો છે. શનિ 12 જુલાઈ સુધી કુંભમાં રહેશે અને તેના બાદ થોડા મહિનાઓ માટે વક્રી ચાલશે. શનિના કુંભમાં પ્રવેશ કરતા જ કેટલીક રાશિવાળાઓને સાડાસાતી અને ઢૈય્યાથી રાહત મળી જશે. તો કેટલીક રાશિઓના જાત સાડાસાતી-ઢૈય્યાથી પીડિત થશે.
મીન રાશિ પર શરૂ થશે સાડાસાડી
શનિ રાશિ બદલતા જ મીન રાશિના જાતકો પર શનિની સાડા સાતી શરૂ થઈ જશે. સાડાસાતીના અઢી-અઢી વર્ષના ત્રણ ચરણમાં હોય છે. આ ઉપરાંત શનિનો કુંભમાં પ્રેવશ કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર ઢૈય્યા શરૂ કરી દેશે. આ દરમિયાન આ જાતકોને બહુ જ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે શનિ આર્થિક, શારીરિક, સન્માનને હાનિ કરે છે. સાથે જ માનસિક તણાવ પણ વધારે છે.
આ પણ વાંચો : આકાશમા 1,075 વર્ષ બાદ સર્જાશે દુર્લભ યોગ, 4 ગ્રહો એક લાઈનમાં આવી જશે
આ રાશિવાળાને મળશે મુક્તિ
શનિ અત્યાર સુધી મકર રાશિમાં હતા, જેના કારણે ધન, મકર અને કુંભ રાશિવાળાઓની સાડાસાતીની અસર હતી. પરંતુ 29 એપ્રિલ, 2022 ના રોજ એટલે કે આજથી શનિના રાશિ બદલાતા જ ધન રાશિવાળાઓને સાડાસાતીમાંથી મુક્તિ મળી જશે. સાથે જ મકર રાશિવાળાઓ પર શનિનું અંતિમ ચરણ અને કુંભ રાશિવાળાઓ પર સાડાસાડીનું બીજુ ચરણ શરૂ થઈ જશે. આ ઉપરાંત મિથુન અને તુલા રાશિની ઢૈય્યા પણ પૂરી થઈ જશે.
આ પણ વાંચો : ઘરમાં ચોકલેટ વેચાય તેમ સુરતનો મુસ્તાક ઘરે ડ્રગ્સ વેચતો, આખરે પોલીસ પકડમાં આવ્યો
શનિ કર્મ અનુસાર ફળ આપે છે
શનિ ગ્રહ કર્મોના અનુસાર ફળ આપે છે, આ સંદર્ભે સારા કર્મ હોય અને કુંડળીમાં શનિ શુભ સ્થિતિમાં હોય તા સાડાસાતી-ઢૈય્યા દરમિયાન જાતકો ખૂબ રૂપિયા-સન્માન-સુખ કમાવી શકે છે. આ ઉપરાંત તુલા, મકર, કુંભ, મીન અને ધનવાળાઓ માટે શનિ સાડાસાતની દશા એટલી કષ્ટદાયી નથી હોતી, જેટલી બાકી રાશિવાળાઓ માટે હોય છે. કેમ કે, તુલા શનિની ઉચ્ચ રાશિ છે. તો શનિ મકર અને કુંભ રાશિઓનો સ્વામી છે. આ ઉપરાંત ધન અને મીન રાશિના સ્વામી ગ્રહ બુધ સાથે શનિનો મૈત્રી ભાવ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે