Home> India
Advertisement
Prev
Next

શર્મિષ્ઠાની પિતા પ્રણબ મુખર્જીને ચેતવણી- તમારો ખોટો ઉપયોગ કરી શકે છે RSS

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી ગુરૂવાર (7 જૂન) આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. 

 શર્મિષ્ઠાની પિતા પ્રણબ મુખર્જીને ચેતવણી- તમારો ખોટો ઉપયોગ કરી શકે છે RSS

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવા માટે નાગપુર પહોંચી ગયા છે. મંગળવારે નાગપુર પહોંચવા પર આરએસએસના સ્વયંસેવકો તેમને લેવા પહોંચ્યા. પિતા પ્રણબ મુખર્જીના આરએસએસ કાર્યક્રમમાં સામેલ થવાથી તેમની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી નાખુશ છે. તેમણે પ્રણબ મુખર્જીને શિખામણ આપી છે. 

fallbacks

શર્મિષ્ઠાએ ટ્વીટ કરીને લખ્યું કે, આશા છે કે, આજની ઘટના બાદ પ્રણબ મુખર્જી તે વાતને માનશે કે ભાજપ કેટલી ગંદી રમત રમી શકે છે. ત્યાં સુધી કે આરએસએસ પણ તે વાત પર વિશ્વાસ નહીં કરે કે તમે તમારા ભાષણમાં તેના વિચારોનું સમર્થન કરશો. તેણે કહ્યું કે, ભાષણને ભૂલાવી દેવામાં આવશે, પરંતુ તસ્વીરો બની રહેશે અને તેને ખોટા નિવેદનોની સાથે પ્રસારિત કરવામાં આવશે. 

મહત્વનું છે કે તેવા સમાચાર સામે આવી રહ્યાં હતા કે શર્મિષ્ઠા ભાજપ સાથે જોડાઈ શકે છે. આ સમાચારોનો ઉલ્લેખ કરતા શર્મિષ્ઠાએ કહ્યું કે, ભાજપ કઈ હદ સુધી ગંદી રમત રમે છે. શર્મિષ્ઠા પ્રમાણે તેની ભાજપમાં જોડાવાની અફવા ફેલાવવામાં આવી છે. 

તેણે પિતાને નસીહત આપતા આગળ લખ્યું કે નાગપુર જઈને તમે ભાજપ અને આરએસએસને ફર્જી સ્ટોરી બનાવવા, જેમ આજે તેણે અફવા ફેલાવી, તેવી અફવા ફેલાવવા અને તેને યોગ્ય રીતે મનાવવાનો મોકો આપી રહ્યાં છો. હજુ તો આ શરૂઆત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More