Home> India
Advertisement
Prev
Next

હવે તેઓ આપણામાંથી એક માનવામાં આવતા નથી... શશિ થરૂરને લઈ કોંગ્રેસના નેતાના નિવેદનથી મચી હલચલ, જાણો બીજું શું કહ્યું

K Muraleedharan on Shashi Tharoor: કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે મુરલીધરને કહ્યું કે, તેમના પાર્ટીના સહયોગી શશી થરૂરને હવે 'આપણામાંથી એક' માનવામાં આવતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસના સાંસદ સામે શું કાર્યવાહી કરવી તે પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે.

હવે તેઓ આપણામાંથી એક માનવામાં આવતા નથી... શશિ થરૂરને લઈ કોંગ્રેસના નેતાના નિવેદનથી મચી હલચલ, જાણો બીજું શું કહ્યું

K Muraleedharan on Shashi Tharoor: કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે મુરલીધરને કહ્યું કે, તેમના પાર્ટીના સહયોગી શશી થરૂરને હવે 'આપણામાંથી એક' માનવામાં આવતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસના સાંસદ સામે શું કાર્યવાહી કરવી તે પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે. શશી થરૂર અને કોંગ્રેસ વચ્ચે વધતા જતા મતભેદ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા કે મુરલીધરને રવિવારે એક મોટો ખુલાસો કરતા કહ્યું કે, જ્યાં સુધી થરૂર રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર પોતાનું વલણ નહીં બદલે ત્યાં સુધી તેમને તિરુવનંતપુરમમાં કોઈપણ પક્ષના કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવશે નહીં.

fallbacks

મુરલીધરને કહ્યું કે, કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ના સભ્ય થરૂર હવે અમારામાંથી એક નથી. તેઓ અમારી સાથે નથી, તેથી તેમના કોઈપણ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેઓ પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. જેમાં તેમને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર થરૂરના અડગ વલણ પર તેમના અભિપ્રાય વિશે પૂછવામાં આવ્યું હતું.

3 દિવસમાં ત્રીજો ખેલાડી ઈન્જર્ડ... ચોથી ટેસ્ટ પહેલા જ તહસ-નહસ થઈ ટીમ ઈન્ડિયા

શું બોલ્યા હતા શશિ થરૂર?
તેમની આ પ્રતિક્રિયા થરૂરના તે નિવેદનના એક દિવસ પછી આવી છે. જેમાં તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્ર પહેલા આવે છે અને પાર્ટીઓ દેશને વધુ સારું બનાવવાનું માધ્યમ છે. કોંગ્રેસના સાંસદે એમ પણ કહ્યું હતું કે, દેશમાં અને તેની સરહદો પર તાજેતરમાં જે બન્યું તેના સંદર્ભમાં સશસ્ત્ર દળો અને કેન્દ્ર સરકારને ટેકો આપવાના તેમના વલણને કારણે ઘણા લોકો તેમની આકરી ટીકા કરી રહ્યા છે.

આ છે કાશ્મીરી મહિલાઓની ચમકદાર સ્કિનનું રાજ! આ 3 વસ્તુ ત્વચાને બનાવી છે ગોરી અને શાઈન

શનિવારે કોચીમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું. 'પરંતુ હું મારી વાત પર અડગ રહીશ, કારણ કે મારું માનવું છે કે આ જ દેશ માટે યોગ્ય છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More