Home> India
Advertisement
Prev
Next

પાર્ટીમાં હું જે પરિવર્તન લાવી શકું તે ખડગે ન કરી શકે, નાગપુરમાં બોલ્યા શશિ થરૂર

Congress President: કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ આઠ ઓક્ટોબર છે. જરૂર પડવા પર 17 ઓક્ટોબરે ચૂંટણી કરાવવામાં આવશે અને 19 ઓક્ટોબરે મત ગણતરીના દિવસે પરિણામ જાહેર થશે. 

પાર્ટીમાં હું જે પરિવર્તન લાવી શકું તે ખડગે ન કરી શકે, નાગપુરમાં બોલ્યા શશિ થરૂર

નાગપુરઃ અમે દુશ્મન નથી, આ યુદ્ધ નથી. આ અમારી પાર્ટીના ભવિષ્યની ચૂંટણી છે. ખડગે જી કોંગ્રેસ પાર્ટીના ટોપ 3 નેતાઓમાં આવે છે. તેમના જેવા નેતા પરિવર્તન ન લાવી શકે અને વર્તમાન વ્યવસ્થાને યથાવત રાખશે. પાર્ટીના કાર્યકર્તાઓની આશા પ્રમાણે ફેરફાર લાવીશ. આ વાત કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે નાગપુરમાં કહી. તેમણે કહ્યું કે તે કોંગ્રેસમાં પરિવર્તન માટે ચૂંટણી લડી રહ્યાં છે અને 2024 લોકસભા ચૂંટણીને લઈને કામ કરશે. 

fallbacks

અમારી પાર્ટીમાં પરિવર્તન નહીં થાય તો અમે કઈ રીતે આગળ વધીશું? તેથી હું આવ્યો છું. 2014 અને 2019માં અમારી પાર્ટીને માત્ર 19 ટકા મત મળ્યા. અમે આ મતને વધારીશું નહીં તો 2024માં કઈ રીતે સરકાર બનશે. 

ગાંધી પરિવારને પાર્ટીથી દૂર ન કરી શકુ
કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યુ કે હું માનું છું કે કોંગ્રેસ હાઈકમાન્ડે જે નક્કી કર્યું છે કે અમે ચૂંટણી કરાવી પાર્ટીનું ભવિષ્ય નક્કી કરીશું, આ સારો નિર્ણય છે. લોકસભા સાંસદ શશિ થરૂરે કહ્યુ કે, જે કોઈપણ નવા અધ્યક્ષ બને છે તે ગાંધી પરિવારને પાર્ટીથી દૂર ન કરી શકે, ભલે પરિવારના કોઈ સભ્ય ચૂંટણી મેદાનમાં ન હોય. 

ગાંધી પરિવારનું કોંગ્રેસ સાથે અતૂટ બંધન
પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી માટે પોતાના અભિયાનની શરૂઆત કરવા માટે નાગપુરમાં થરૂરે કહ્યુ- કોઈપણ કોંગ્રેસ અધ્યક્ષ માટે ગાંધી પરિવારથી અંતર જાળવવુ મુર્ખતા હશે. તે અમારી સાથે, પાર્ટીની સાથે અતૂટ રૂપથી જોડાયેલા છે. 

આ પણ વાંચોઃ મુલાયમ સિંહનું સ્વાસ્થ્ય ખરાબ, ICUમાં દાખલ, દિલ્હી રવાના થયા અખિલેશ યાદવ

ફ્રેન્ડલી મુકાબલો
રવિવારે તેઓ સેવાગ્રામ આશ્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તેમની અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ફ્રેન્ડલી મુકાબલો છે. અમારા ઘણા લક્ષ્ય છે અને અમે સમર્થન માંગી રહ્યાં છીએ. પાર્ટીમાં પરિવર્તન ઈચ્છતા ઘણા કાર્યકર્તાઓએ મને ચૂંટણી લડવાનું કહ્યું છે. હું યુવાનોનો અવાજ બનવા ઈચ્છુ છું. હું મારો સારો હિસાબ આપીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More