Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાએ આ કામ માટે પીએમ મોદી અને અમિત શાહની કરી પ્રશંસા

બોલીવુડના જાણીતા અભિનેતા અને પટના સાહિબના પૂર્વ સાંસદે બીજા ટ્વીટમાં લખ્યું, 'રાજનીતિ તેની જગ્યા છે, ચૂંટણી પોતાની જગ્યા છે, આ માનવતા રાષ્ટ્રીય હિતમાં છે. આપાત સ્થિતિમાં આટલી જલદી મદદ માટે હું આભારની સાથે તમને અને તમારા લોકોને હંમેશાની જેમ સલામ કરુ છું.'
 
 કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાએ આ કામ માટે પીએમ મોદી અને અમિત શાહની કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભાજપમાં રહીને પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ મોરચો ખોલનાર શત્રુઘ્ન સિન્હા જ્યારથી કોંગ્રેસમાં ગયા છે આ બંન્ને પત્યે તેમનો દ્રષ્ટિકોણ બદલી ગયો છે. બિહારી બાબૂના નામથી જાણીતા કોંગ્રેસના નેતાએ પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને સલામ કરી છે. કોરોના વાયરસથી પ્રભાવિત ચીનના વુહાન શહેરથી ભારતીય છાત્રોને કાઢવા માટે તેમણે બંન્નેની પ્રશંસા કરી છે. 

fallbacks

શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટ કર્યું, 'કારણ કે હું સ્પષ્ટ બોલવા માટે પ્રસિદ્ધ કે બદનામ રહ્યો છું, હું તમારી, તમારા પીએમઓ અને ગૃહ પ્રધાન અમિત શાહની પ્રશંસા કરુ છું. હું એર ઈન્ડિયા અને તેના ક્રૂની પણ પ્રશંસા કરુ છું જે ચીનના વુહાન શહેરથી આપણા બાળકો અને વિદ્યાર્થીઓને કાઢીને લાવ્યા છે.'

બોલીવુડના જાણીતા અભિનેતા અને પટના સાહિબના પૂર્વ સાંસદે બીજા ટ્વીટમાં લખ્યું, 'રાજનીતિ તેની જગ્યા છે, ચૂંટણી પોતાની જગ્યા છે, આ માનવતા રાષ્ટ્રીય હિતમાં છે. આપાત સ્થિતિમાં આટલી જલદી મદદ માટે હું આભારની સાથે તમને અને તમારા લોકોને હંમેશાની જેમ સલામ કરુ છું.'

અટલ બિહારી પાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા શત્રુઘ્ન સિન્હા મોદી સરકારમાં નજરઅંદાજ કરવાને કારણે આખરે બળવાખોર બન્યા હતા. તેઓ લાંબા સમય સુધી લગભગ દરેક નિર્ણય પર પીએમની ટીકા કરતા હતા. તેમનું કહેવું હતું કે ભાજપ પર બે લોકોએ કબજો કરી લીધો છે. લોકસભાની ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More