Home> India
Advertisement
Prev
Next

યશવંત સિન્હાએ PM મોદી-શાહને દુર્યોધન અને દુ:શાસન ગણાવ્યા

ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હાએ ઇવીએમ પર સવાલ ઉઠાવતા લોકોને સાવધાન રહેવાની અપીલ કરી હતી

યશવંત સિન્હાએ PM મોદી-શાહને દુર્યોધન અને દુ:શાસન ગણાવ્યા

નવી દિલ્હી : ભાજપનાં બળવાખોર નેતા શત્રુઘ્ન સિન્હા અને યશવંત સિન્હા લખનઉમાં સમાજવાદી પાર્ટીની ઓફીસ પહોંચ્યા હતા. બંન્ને નેતાઓએ મોદી સરકારનાં કામકાજ પર સવાલ ઉઠાવ્યા.પોતાના સંબોધનમાં બંન્ને નેતાઓએ ઇવીએમ મુદ્દે રાફેલ ડીલ અંગે કેન્દ્ર સરકારને ઘેરી  હતી. ભાજપનાં બંન્ને નેતાઓએ જયપ્રકાશ નારાયણ (જેપી)ના કાર્યક્રમમાં ભાગ લીધો. મંચ પર અખિલેશ યાદવની સાથે બંન્ને નેતાઓ હાજર રહ્યા. અખિલેશ યાદવની સાથે સાથે યશવંત અને શત્રુઘ્ન સિન્હાએ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરી. 

fallbacks

યશવંત સિન્હાએ કહ્યું કે, આજે દેશમાં ઇમરજન્સી કરતા પણ વિપરિત પરિસ્થિતી છે, તેને સમજવું પડશે. આજે એકત્ર થઇને પડકાર કરવું પડશે. દેશમાં લોકશાહીની સંસ્થાઓ ખતરામાં છે, પરંતુ અમે ચેતીએ નહી તો દેશને ઘણુ મોટુ નુકસાન થવાનું છે. 
વડાપ્રધાન મોદી અને અમિત શાહે ઇશારામાં યશવંત સિન્હાએ દુર્યોધન અને દુ:શાસન ગણાવ્યા અને કહ્યું કે, જો આપણે બધા મળીને લડીશું તો જે રીતે 77 સીટો પર આપણી જીત થઇ હતી તે રીતે 2019માં ફરી એકવાર ચૂંટણી જીતીશું.એકવાર ફરીથી દુર્યોધન અને દુ:શાસન સામે લડવાનો સમય આવી ચુક્યો છે. 

વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓને નિશાન પર લેતા યશવંત સિન્હાએ કહ્યું કે, દેશના ગૃહમંત્રીને માહિતી નથી મળી કે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાનું છે. સંરક્ષણમંત્રીને ખબર નથી કે રાફેલનો સોદો થઇ રહ્યો છે. દેશનાં નાણામંત્રીને તે ખબર હોવી જોઇએ કે નોટબંધી થવાની છે. દેશનાં વડાપ્રધાન આજ સુધીમાં વિદેશ મંત્રીઓને પોતાની સાથે લઇને નહોતા ગયા.

યશવંત સિન્હાની જેમ જ શત્રુઘ્ન સિન્હાએ પણ વડાપ્રદાન મોદી પર તીખો પ્રહાર કરતા રાફેલ પર સીધો સવાલ પુછતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, રાફેલ પર નહી બચી શકે દાદા. તમારે જવાબ આપવો પડશે. એચએએલને કેમ હટાવવામાં આવ્યા અને તે કંપનીને કેમ આપવામાં આવ્યું જેણે એક મોટર સાયકલનો એક પુર્જો પણ નથી બનાવ્યો. શત્રુઘ્ન સિન્હાએ આગળ કહ્યું કે, અહીં અખિલેશ તૈયાર છે, બિહારમાં તેજસ્વી તૈયાર થઇ ચુક્યો છે. હવે ડરવાની જરૂર નથી. 

ઇવીએમ પર સવાલ ઉઠાવતા ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, ઇવીએમ પર પણ નજર રાખવાની જરૂર છે.સપા કાર્યકર્તાઓને અખિલેશ યાદવે પણ સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે, આ વખતે સંપુર્ણ સફાયો થઇ જશે. યૂપી બિહારમાં. અહીંના લોકોને ગુજરાતમાં માર મારવામાં આવી રહ્યો છે અને મોટા લોકો ચુપ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More