Home> India
Advertisement
Prev
Next

શિવસેનાએ મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધની માગણી કરી, કેન્દ્રને કરી આ અપીલ

શિવસેનાએ મુખપત્ર સામનામાં છપાયેલા લેખમાં કહ્યું છે કે ધ્વનિ પ્રદૂષણના નિયમો બધા માટે જરૂરી છે. આથી સરકારે વટહુકમ લાવીને મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. 

શિવસેનાએ મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધની માગણી કરી, કેન્દ્રને કરી આ અપીલ

મુંબઈ: શિવસેના (Shivsena) એ દેશમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકરો (Loudspeakers of mosque)  પર પ્રતિબંધ લગાવવા કેન્દ્ર સરકાર પાસે વટહુકમ લાવવાની માગણી કરી છે. શિવસેનાએ મુખપત્ર સામનામાં છપાયેલા લેખમાં કહ્યું છે કે ધ્વનિ પ્રદૂષણના નિયમો બધા માટે જરૂરી છે. આથી સરકારે વટહુકમ લાવીને મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. 

fallbacks

MDH ના માલિક Mahashay Dharampal Gulati નું 97 વર્ષની વયે નિધન 

લાઉડ સ્પીકરોથી પર્યાવરણ સંરક્ષણ અને ધ્વનિ પ્રદૂષણ વધ્યું
સામનામાં છપાયેલા લેખમાં કહેવાયું છે કે દેશમાં ધ્વનિ પ્રદૂષણના મામલા સતત વધી રહ્યા છે. મસ્જિદોમાં લાગેલા લાઉડ સ્પીકર તેનું મોટું કારણ છે. આ લાઉડ સ્પીકરોના કારણે દેશમાં પર્યાવરણ સંરક્ષણ અને ધ્વનિ પ્રદૂષણ સંબંધિત મુશ્કેલીઓ વધી રહી છે. આ સમસ્યાના નિદાન માટે સરકારે કેન્દ્રમાં વટહુકમ લાવવો જોઈએ. 

Farmers Protest: આજે ખેડૂતો સાથે ફરી થશે વાતચીત, પંજાબના CM-અમિત શાહની બેઠક પર બધાની નજર

મને અજાન સાંભળવી ગમે છે- પાંડુરંગ સકપાલ
અત્રે જણાવવાનું કે આ અગાઉ શિવસેનાના દક્ષિણ મુંબઈ શાખાના પ્રમુખ પાંડુરંગ સકપાલે એક ઉર્દૂ ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ દક્ષિણ મુંબઈમાં એક મુસ્લિમ કબ્રસ્તાન પાસે રહે છે અને તેમને અજાનના પાઠ ખુબ સારા લાગે છે અને તે તેને સાંભળવાનું પસંદ કરે છે. આ નિવેદન બાદ ભાજપે શિવસેના પર નિશાન સાધ્યું હતું. ત્યારબાદ શિવસેનાએ હવે ડેમેજ કંટ્રોલ શરૂ કરતા મંદિરોમાંથી લાઉડ સ્પીકરો હટાવવાની માગણી કરી છે. 

કોરોનાકાળમાં લગ્ન, દુલ્હા-દુલ્હને 2 ગજની દૂરીનું અંતર જાળવી ડંડાના સહારે પહેરાવી જયમાળા

જાતિના નામવાળી કોલોનીઓના નામ બદલવાનો નિર્ણય
મહારાષ્ટ્રમાં હવે કોઈ પણ કોલોની કે વિસ્તારનું નામ અને ઓળખ કોઈ જાતિના નામથી નહીં રહે. એવી તમામ રહેણાંક કોલોનીઓના નામ બદલવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. જાતિગત નામ બદલવાનો નિર્ણય ઝૂંપડપટ્ટીઓ અને અનેક  ગામો પર લાગુ થશે. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયનો હેતુ જાતિગત ભેદભાવને દૂર કરવાનો છે. આ પ્રસ્તાવ મહાષ્ટ્ર સરકારના સામાજિક ન્યાય વિભાગે રજૂ કર્યો હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More