Home> India
Advertisement
Prev
Next

સુશાંત કેસ CBIને આપવા પર શિવસેના ભડકી, કહ્યું- આ મુંબઇ પોલીસનું અપમાન

શિવસેના (Shiv Sena)એ તેમના મુખપત્ર સામના દ્વારા એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ મામલે સીબીઆઇને આપવાને લઇને સવાલ ઉભા કર્યા છે. સામનાના સંપાદકીયમાં જણાવાયું છે કે 'સીબીઆઈ' એક કેન્દ્રીય તપાસ એજન્સી છે, પરંતુ તે સ્વતંત્ર અને નિષ્પક્ષ નથી. તે ઘણી વખત જોવામાં આવ્યું છે. એવું પણ લખ્યું છે કે સુશાંતસિંહ રાજપૂત દ્વારા મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સુશાંત કેસ CBIને આપવા પર શિવસેના ભડકી, કહ્યું- આ મુંબઇ પોલીસનું અપમાન

મુંબઇ: શિવસેના (Shiv Sena)એ તેમના મુખપત્ર સામના દ્વારા એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ મામલે સીબીઆઇને આપવાને લઇને સવાલ ઉભા કર્યા છે. સામનાના સંપાદકીયમાં જણાવાયું છે કે 'સીબીઆઈ' એક કેન્દ્રીય તપાસ એજન્સી છે, પરંતુ તે સ્વતંત્ર અને નિષ્પક્ષ નથી. તે ઘણી વખત જોવામાં આવ્યું છે. એવું પણ લખ્યું છે કે સુશાંતસિંહ રાજપૂત દ્વારા મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

fallbacks

આ પણ વાંચો:- 'Bigg Boss 14' promo: શો માટે ખેતરોમાં કોઇ તૈયારી કરી રહ્યાં છે Salman Khan!

મુંબઈ પોલીસ દુનિયાનું સર્વોચ્ચ તપાસ તંત્ર છે. મુંબઈ પોલીસ દબાણનો શિકાર થતી નથી, તે સંપૂર્ણ રીતે પ્રોફેશનલ છે. શીના બોરા હત્યા કેસ મુંબઈ પોલીસે ઉકેલ્યો હતો. તેમાં ઘણા મોટા નામ સામેલ હતા પરંતુ પોલીસે બધાને જેલમાં પહોંચાડ્યા. મુંબઈ પોલીસે 26/11ના આતંકી હુમલાનો જવાબ આપ્યો હતો અને કડક પુરાવા એકત્રિત કર્યા હતા અને કસાબને ફાંસી સુધી પહોંચ્યાડ્યો હતો.

સુશાંત જેવા કેસમાં કેન્દ્ર દ્વારા દખલ કરવી એ મુંબઈ પોલીસનું અપમાન છે. 'સીબીઆઈ' એક કેન્દ્રીય તપાસ એજન્સી છે પરંતુ તે સ્વતંત્ર અને નિષ્પક્ષ નથી. ઘણી વખત જોવામાં આવ્યું છે. ઘણા રાજ્યોએ સીબીઆઈ પર પ્રતિબંધ મૂક્યો છે. શારદા ચિટ ફંડ મામલે તપાસ કરવા માટે કોલકાતા પહોંચેલી સીબીઆઇની ટીમને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માત્ર રોકી જ નહતી, પરંતુ તેમની સામે ગુનાહિત કેસ નોંધીને લોકઅપમાં નાખ્યા હતા.

આ પણ વાંચો:- દુલ્હનની સાથે ખુબ જ રોયલ લુકમાં જોવા મળ્યા રાણા દગ્ગુબાતી, જુઓ લગ્નની તસવીરો

તે દિવસે આખું કોલકાતા સીબીઆઈ સામે રસ્તાઓ પર ઉતરી ગયું હતું અને મુખ્યમંત્રી મમતા બેનર્જી રસ્તા પર ભીડનું નેતૃત્વ કરી રહ્યા હતા. જેની કેન્દ્રમાં સરકાર છે તેમની ઉપર સીબીઆઈ કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુપ્રીમ કોર્ટથી ઇડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ આવા સવાલો ઉભા કરવામાં સામેલ થયા હતા.

બિહાર પોલીસની બે ટીમો મુંબઇમાં સુશાંત સિંહના મોતની તપાસ માટે આવી હતી. તેમાંથી એક દળને BMC દ્વારા કોરોના એક્ટ અંતર્ગત અલગ પાડવામાં આવ્યુ હતુ. આ અંગે રાજકારણ કેમ થવું જોઈએ?

આ પણ વાંચો:- રિયા ચક્રવર્તીના ભાઈની EDએ કરી 18 કલાક 'મેરેથોન' પૂછપરછ

સુશાંતસિંહ રાજપૂતનાં મોત પહેલાં મેનેજર દિશા સાલિયને આત્મહત્યા કરી હતી. બંને કેસ સંપૂર્ણપણે જુદા છે પરંતુ રાજકીય નેતાઓ બે આત્મહત્યાના દોરો જોડી રહ્યા છે. દિશા સાલિયન પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેને બિલ્ડિંગથી નીચે ફેંકી દેવામાં આવી હતી, ભાજપના એક નેતા આવા આક્ષેપો કરી રહ્યા છે. આવું કરતી વખતે, તેમણે દિશાના પરિવાર વિશે થોડું વિચાર્યું હશે, એવું નથી લાગતું. દિશા સાલિયનના પિતાએ તેના પર દુ:ખ વ્યક્ત કરતાં એક પત્ર લખ્યો હતો.

એક વાત સાચી છે કે સુશાંતનો પટનામાં રહેતા તેના પિતા સાથે સારો સંબંધ નહોતો. મુંબઈમાં જ તેનું 'અશિયાના' હતું. આ સમયગાળા દરમિયાન, સુશાંતે તેના પિતા અને અન્ય સંબંધીઓને કેટલી વાર મળ્યા, સુશાંત કેટલી વાર પટનાની મુલાકાતે આવ્યા. આ બંને અભિનેત્રીઓ અંકિતા લોખંડે અને રિયા ચક્રવર્તી તેમના જીવનમાં હતા. અંકિતાએ સુશાંતને છોડી દીધો અને રિયા તેની સાથે હતી. હવે અંકિતા રિયા ચક્રવર્તી વિશે જુદી રીતે વાત કરી રહી છે. ખરેખર, અંકિતા અને સુશાંત શા માટે અલગ થયા, તે તપાસનો એક ભાગ હોવો જોઈએ તે અંગે કોઈ પ્રકાશ પાડવા તૈયાર નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More