Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રમાં શિવસેનાએ દેખાડ્યો પાવર, '2.5-2.5 વર્ષ CM'નો ફોર્મ્યુલા નહીં તો સરકાર પણ નહીં

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સરકારના ગઠનની કોશિશોમાં મોટો પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે. શિવસેનાની વિધાયક દળની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે મહારાષ્ટ્રમાં  2.5-2.5 વર્ષના ફોર્મ્યુલા પર જ સરકાર બનશે.

મહારાષ્ટ્રમાં શિવસેનાએ દેખાડ્યો પાવર, '2.5-2.5 વર્ષ CM'નો ફોર્મ્યુલા નહીં તો સરકાર પણ નહીં

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સરકારના ગઠનની કોશિશોમાં મોટો પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે. શિવસેનાની વિધાયક દળની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે મહારાષ્ટ્રમાં  2.5-2.5 વર્ષના ફોર્મ્યુલા પર જ સરકાર બનશે. શનિવારે મળેલી આ બેઠકમાં નિર્ણય લેવાયો કે ગઠબંધન સરકારમાં ભાજપ-શિવસેનાના સીએમ અઢી અઢી વર્ષ રહેશે. બેઠકમાં એ પણ નિર્ણય લેવાયો કે જ્યાં સુધી અમિત શાહ કે દેવેન્દ્ર ફડણવીસ લેખિતમાં નહીં આપે ત્યાં સુધી સરકાર નહીં બને.

fallbacks

હરિયાણામાં માત્ર એક જ ડેપ્યુટી CM રહેશે, ગોપાલ કાંડાનું સમર્થન નહીં લઈએ: રવિશંકર પ્રસાદ

શિવસેનાના વિધાયક પ્રતાસ સરનાઈકે પણ શિવસેનાના મુખ્યમંત્રી બનાવવાની માગણી કરી. સરનાઈકે કહ્યું કે બધા શિવસૈનિકો શિવસેનાના જ મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે. અમે આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે જોવા માંગીએ છીએ. આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યાં છે. વરલી વિધાનસભા ચૂંટણી જીતનારા આદિત્ય ઠાકરેના મુખ્યમંત્રી પદના સમર્થનમાં વરલીમાં પોસ્ટરો પણ લાગ્યા છે.  

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે મતગણતરીના દિવસે જ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર મક્કમ છે. ઉદ્ધવે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન જ 50-50નો ફોર્મ્યુલા નક્કી થયો હતો. જેના પર શિવસેના મક્કમ છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું હતું કે 50-50 ના ફોર્મ્યુલા પર શિવસેના ઝૂકશે નહીં. તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી વખતે જ તે નક્કી થઈ ગયું હતું. 

સંજય રાઉતે પણ કહ્યું હતું કે રાજ્યમાં શિવસેના અને ભાજપની સરકાર બનશે અને બંનેને સીટો મળી છે. અમે ગઠબંધન સાથે છીએ અને બંને મળીને સરકાર બનાવીશું. પહેલેથી 50-50નો ફોર્મ્યુલા નક્કી થયો છે અને શિવસેનાના મુખ્યમંત્રી હો એ અંગે પણ વાત થશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More