Home> India
Advertisement
Prev
Next

સંજય રાઉતની ધમકી બાદ રસ્તા પર ઉપદ્રવી 'સેના', બળવાખોર ધારાસભ્યોની ઓફિસમાં તોડફોડ

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ- મહારાષ્ટ્રની બહાર તમે ચીલ છો. પરંતુ હવે લોકોનું ધૈર્ય નબળું પડી રહ્યું છે. હજુ શિવ સૈનિક રસ્તા પર ઉતર્યાં નથી. તેમ થયું તો રસ્તા પર આગ લાગી જશે. 
 

સંજય રાઉતની ધમકી બાદ રસ્તા પર ઉપદ્રવી 'સેના', બળવાખોર ધારાસભ્યોની ઓફિસમાં તોડફોડ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસૈનિકોએ હંગામો શરૂ કરી દીધો છે. એકનાથ શિંદેના સમર્થક 58 વર્ષીય તાનાજી શિંદેના કાર્યાલયમાં તોડફોડ થઈ છે. સાથે તેમના કારોબારને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ઘટનાનો વીડિયો જારી કર્યો છે, જેમાં શિવસૈનિક ઓફિસમાં ખરાબ રીતે તોડફોડ કરતા જોવા મળી રહ્યાં છે. 

fallbacks

શિવસેના નેતા સંજય મોરોએ સીધી ધમકી આપતા કહ્યું- અમારી પાર્ટીના કાર્યકર્તાઓએ તાનાજી સાવંતના કાર્યાલયમાં તોડફોડ કરી. પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પરેશાન કરનાર તમામ દેશદ્રોહી અને બળવાખોર ધારાસભ્યોએ આ પ્રકારની કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેમના કાર્યાલય પર પણ હુમલો થશે, કોઈને છોડવામાં આવશે નહીં. 

લોકોનું ધૈર્ય નબળું પડી રહ્યું છેઃ સંજય રાઉત
તો શિવસેના નેતા સંજય રાઉતે 38 ધારાસભ્યોના પરિવારના સભ્યોની સુરક્ષા પરત લેવા પર ધમકી ભર્યું નિવેદન આપ્યું. તેમણે એકનાથ શિંદેના પત્રનો જવાબ આપતા કહ્યું- તમે ધારાસભ્ય છો, તેથી તમને સુરક્ષા આપવામાં આવી છે. તમારા પરિવારના સભ્યોને સમાન સુરક્ષા ન આપી શકાય. 

સંજય રાઉતે કહ્યુ- મહારાષ્ટ્રની બહાર તમે ચીલ છો. પરંતુ લોકોનું ધૈર્ય નબળું પડી રહ્યું છે. હજુ શિવ સૈનિકો રસ્તા પર ઉતર્યા નથી. આમ થયું તો રસ્તા પર આગ લાગી જશે. 

રાઉતે ભાજપના નેતાઓ તરફ ઇશારો કરતા કહ્યું કે બકરાની જેમ ખુન  કરવાનું બંધ કરો. તો ધારાસભ્યોની સંખ્યાને લઈને તેમણે કહ્યું- કાલે રાત્રે શરદ પવારની હાજરીમાં બેઠક દરમિયાન અમને 10 (બળવાખોર) ધારાસભ્યોનો ફોન આવ્યો હતો. ગૃહમાં આવો ત્યાં ખ્યાલ આવશે કે મજબૂત કોણ છે. 

આ પણ વાંચોઃ Zee sammelan 2022: ભાજપ મુસલમાનોને ટિકિટ કેમ નથી આપતો? મુખ્તાર અબ્બાસ નકવીએ આપ્યો જવાબ

38 ધારાસભ્યોના પરિવારના સભ્યોની સુરક્ષા પરત
મહત્વનું છે કે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટિલ અને પોસીસ ડીજીપીને પત્ર લખ્યો છે. તેમાં તેમણે દુર્ભાવનાપૂર્ણ રીતે 38 ધારાસભ્યોના પરિવારના સભ્યોની સુરક્ષા પરત લેવાની વાત કહી છે. તેણણે ટ્વીટ કર્યું- સરકાર તેમની અને તેમના પરિવારની સુરક્ષા માટે જવાબદાર છે. 

તોડફોડની ઘટનાઓ વચ્ચે પોલીસ એલર્ટ
પુણે પોલીસના પીઆરઓએ કહ્યું કે તાનાજી સાવંતના કાર્યાલયમાં રાજકીય સંકટ અને તોડફોડ વચ્ચે પુણે પોલીસે એલર્ટ જાહેર કર્યું છે અને તમામ પોલીસ સ્ટેશનને શહેરમાં શિવસેના નેતાઓ સંબંધિત કાર્યાલયોમાં સુરક્ષા નક્કી કરવાનું કહ્યું છે. તો મુંબઈ પોલીસે હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને તમામ પોલીસ સ્ટેશનથી શહેરના તમામ રાજકીય કાર્યાલયોની સુરક્ષાની ખાતરી કરવાનું કહ્યું છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More