મુંબઈ: શિવસેના (Shivsena)ના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કેન્દ્ર સરકારની કાશ્મીર નીતિ પર ચર્ચા કરવામાં આવી છે. સંપાદકીયમાં જ્યાં કલમ 370 ખતમ કરવા અને જમ્મુ કાશ્મીરના હાલાત કંટ્રોલમાં લેવા બદલ મોદી સરકારના વખાણ કરાયા છે ત્યાં યુરોપિયન યુનિયનના સાંસદોને રાજ્યના પ્રવાસે લઈ જઈને સરકાર પર આકરા પ્રહારો પણ કરાયા છે.
સામનામાં લખ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી અને હવે કાશ્મીર ખીણમાં પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. આયાત-નિકાસ શરૂ થઈ ગયા છે. મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બહાલ કરી દેવાઈ છે. ત્યાંની જનતા ખુલીને આઝાદીનો સ્વાદ અને શ્વાસ લઈ રહ્યાં છે. આવા સમયે યુરોપિયન યુનિયનના 23 સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ કાશ્મીરના પ્રવાસે આવેલુ છે.
યુરોપિયન યુનિયનના સાંસદોના J&K પ્રવાસનો આજે બીજો દિવસ, સ્થિતિની કરશે સમીક્ષા
જમ્મુ અને કાશ્મીર હિન્દુસ્તાનનો આંતરિક મામલો છે તો આવામાં યુરોપિયન સમુદાયની ટીમનું કાશ્મીર આવવાનો હેતુ શું છે? કાશ્મીર કોઈ આંતરરાષ્ટ્રીય મુદ્દો નથી. આ મામલો પંડિત નહેરુ યુએનમાં લઈને ગયા હતાં જેના પર આજે પણ ચર્ચા થાય ચે. આથી હવે યુરોપિયન સમુદાયના પ્રતિનિધિમંડળના જમ્મુ અને કાશ્મીરમાં આવવાથી વિરોધીઓને ફાલતુમાં મુદ્દો મળી જશે.
જુઓ LIVE TV
સંપાદકીયમાં કહેવાયું છે કે તમને યુએનનો હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી પરંતુ યુરોપિયન સમુદાયનો કાશ્મીર આવીને પ્રવાસ કરવો શું હિન્દુસ્તાનની આઝાદી અને સાર્વભૌમત્વ પર બહારી હુમલો નથી? કાશ્મીરમાં આજે પણ નેતાઓ માટે પ્રવેશ બંધ છે. આવામાં યુરોપિયન સમુદાયના સભ્યો કાશ્મીર આવીને શું કરવાના છે.
મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપમાં ખેંચતાણ, NCP કેમ કોઈને સાથ આપવા નથી માંગતી? વાંચો ઈનસાઈટ સ્ટોરી
સામનામાં કહેવાયું છે કે વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે કાશ્મીરથી કલમ 370 હટાવીને રાષ્ટ્રીય ભાવનાઓને જ્વલંત કરી દીધી છે. અમારું એટલું જ કહેવું છે કે યુરોપિયન યુનિયનના સાંસદો કાશ્મીર ફરીને શાંતિપૂર્વક પાછા ફરી જાય. ત્યાંનું વાતાવરણ ડહોળવાની કોશિશ ન કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે