મુંબઇ: લોકસભા ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવા વચ્ચે અયોધ્યાના રામ મંદિર મામલે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય આગળ નહીં વધે તો હું બીજી વખત અયોધ્યા જઇશ.
વધુમાં વાંચો: #IndiaKaDNA માં બોલ્યા કેશવ પ્રસાદ મૌર્યા- ‘23 મેએ સપા-બસપા-કોંગ્રેસ ગઇ’
શિવસેનાના સમાચાર પત્ર સામનાને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીનું આ વધુ એક કાર્યકાળ હશે. ઉદ્ધવ ઠાકરેએ શિવસેના સાંસદ સંજય રાઉતની સાથે એક મુલાકાતમાં કહ્યું કે, કોંગ્રેસ ફ્રી એજન્ડા માટે કામ કરે છે.
અયોધ્યામાં ઠાકરેએ કરી હતી વિશેષ પૂજા
જણાવી દઇએ કે ઉદ્ધવ ઠાકરેએ નવેમ્બર 2018માં અયોધ્યાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના દર્શન કર્યા હતા. ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે, હું શ્રી રામ ચંદ્રના દર્શન કરવા આવ્યું છું, રામલલા અને હિન્દુત્વનું શું ક્યારે પણ ભૂલી શકીએ છે. ઠાકરેએ એવું પણ કહ્યું હતું કે સુંતેલા કુંભકર્ણને જગાડવા માટે અયોધ્યા આવ્યો છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે