Home> India
Advertisement
Prev
Next

MP: શોભા ઓઝાનો દાવો- કમલનાથ સરકાર જ રહેશે સત્તામાં, કોંગ્રેસના સંપર્કમાં છે BJPના ધારસભ્યો

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળો મંડરાઇ રહ્યા છે. એવું માનવામાં આવ્યું છે કે ગમે ત્યારે પણ કમલનાથ સરકાર ધરાશાઇ થઇ શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિંયાના કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ અત્યાર સુધી મધ્ય પ્રદેશના 22 ધારાસભ્યોએ કમલનાથ સરકારનો સાથ છોડી દીધો છે.

MP: શોભા ઓઝાનો દાવો- કમલનાથ સરકાર જ રહેશે સત્તામાં, કોંગ્રેસના સંપર્કમાં છે BJPના ધારસભ્યો

ભોપાલ: મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળો મંડરાઇ રહ્યા છે. એવું માનવામાં આવ્યું છે કે ગમે ત્યારે પણ કમલનાથ સરકાર ધરાશાઇ થઇ શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિંયાના કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ અત્યાર સુધી મધ્ય પ્રદેશના 22 ધારાસભ્યોએ કમલનાથ સરકારનો સાથ છોડી દીધો છે. આ 22 ધારાસભ્યોના રાજીનામા બાદ મધ્ય પ્રદેશ વિધાનસભામાં સંખ્યા 206 થઇ ગઇ છે. એટલે કે મહુમત માટે હવે 104 સીટોની જરૂર છે અને ભાજપની પાસે 107 સીટો છે. તો કમલનાથે મંગળવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી, જેમાં 94 ધારાસભ્ય સામેલ હત. આ પ્રકારે હજુપણ ભાજપનું પલડું ભારે દેખાઇ રહ્યું છે. 

fallbacks

પરંતુ કોંગ્રેસ પાર્ટીએ મધ્ય પ્રદેશમાં હજુપણ આશા છોડી નથી. મંગળવારે ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે ચિંતાની કોઇ વાત નથી, અમારી પાસે સંખ્યા બળ છે, સરકાર 5 વર્ષ ચાલશે. હવે મધ્ય પ્રદેશ કોંગ્રેસ મીડિયા વિભાગની પ્રમુખ શોભા ઓઝાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી મધ્ય પ્રદેશ વિધાનસભામાં બહુમત સાબિત કરશે. બેંગલુરૂમાં કોંગ્રેસના જે 19 ધારાસભ્ય રાખવામાં આવ્યા છે, તેમને ભ્રમમાં રાખવામાં આવ્યા હતા. તે બધા અમારી સાથે છે. શોભા ઓઝાએ દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ કોંગ્રેસ પાર્ટીના સંપર્કમાં છે. 

ભાજપ અને કોંગ્રેસના ધારસભ્યોને મધ્ય પ્રદેશથી બહાર મોકલ્યા
મધ્ય પ્રદેશ વિધાનસભાની કુલ સંખ્યા 230 છે, જેમાંથી 2 સીટો પર પેટાચૂંટણી થવાની છે. આ બંને જ સીટો ધારાસભ્યોના દેહાંત બાદ ખાલી થઇ ગઇ હતી. બીજી તરફ એમપી ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને હરિયાણાના માનેસર પહોંચાડી દીધા છે. બીજી તરફ એમપી કોંગ્રેસે પણ પોતાના બધા બાકી ધારાસભ્યોને જયપુર પહોંચાડી દીધા છે. હવે જોવાનું એ છે કે ઉંટ કઇ તરફ બેસે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ઔપચારિક રીતે ભારતીય જનતા પાર્ટી જોઇન કરે તે રાહ જોવાઇ રહી છે. ત્યારબાદ જ સ્થિતિ સ્પષ્ટ થઇ શકશે કે મધ્ય પ્રદેશમાં કોની સરકાર રહેશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More