Home> India
Advertisement
Prev
Next

દિલ્હીઃ ISIS મોડ્યૂલ સાથે જોડાયેલા પતિ-પત્ની વિશે મળી ચોંકાવનારી જાણકારી


દિલ્હી પોલીસ (Delhi Police)ના સ્પેશિયલ સેલે રવિવારે આઈએસઆઈએસ મોડ્યૂલ સાથે જોડાયેલા પતિ-પત્નીની ધરપકડ કરી હતી. 
 

દિલ્હીઃ ISIS મોડ્યૂલ સાથે જોડાયેલા પતિ-પત્ની વિશે મળી ચોંકાવનારી જાણકારી

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ (Delhi Police)ના સ્પેશિયલ સેલે રવિવારે આઈએસઆઈએસ મોડ્યૂલ સાથે જોડાયેલા પતિ-પત્નીની ધરપકડ કરી હતી. પતિનું નામ જહાનઝેબ સામી અને પત્નીનું નામ હિના બશીર બેગ છે. આ બંન્નેની ઓખલા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેના બેકગ્રાઉન્ડ વિશે મહત્વની જાણકારી મળી છે. 

fallbacks

આરોપી જવાનઝેબ સામીના પિતા બાદામી બાગ કોન્ટેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ છે. હિનાના પિતા ક્લાસ વન સરકારી કોન્ટ્રાક્ટર છે. આરોપીઓના પરિવારજનો તેની ધરપકડથી ચોંકી ગયા છે. યુવતીના પિતા જ્યારે યુવતીને મળવા આવ્યા તો તેમણે કહ્યું કે, મને ખ્યાલ છે કે હું ક્યાં રસ્તા પર જઈ રહી છું, ચિંતા ન કરો. 

સામી શહીદ ભગત સિંહ કોલેજથી બીટેક છે અને બેંગલુરૂથી એમબીએ કરેલું છે. તેણે એચપીમાં બેંગલુરૂમાં કામ કર્યું છે અને સ્પોક્સ ડિજિટલ કંપની પુણેમાં પણ કામ કર્યું છે. તે દુબઈમાં પણ 3 મહિના રહ્યો છે. 

મધ્યપ્રદેશઃ મુશ્કેલમાં કમલનાથ સરકાર,  કોંગ્રેસના 10 ધારાસભ્યો બેંગલુરૂ પહોંચ્યા 

તો યુવતીએ કોટક બેન્ક, એબીએન એમ્બ્રો પુણેમાં કામ કર્યું છે અને મોતીલાલ ઓસવાલ સિક્યોરિટી મુંબઈમાં કામ કર્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More