નવી દિલ્હીઃ Aaftab Poonawala Narco Test: શ્રદ્ધા હત્યા કેસનો આરોપી આફતાબનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ પૂરો થઈ ગયો છે, પરંતુ પોલીસની મુશ્કેલી હજુ દૂર થઈ નથી. બંને ટેસ્ટમાં આફતાબના વલણ પર નિષ્ણાંતોના જવાબોએ પોલીસને ચોંકાવી દીધી છે. એફએસએલ સૂત્રો પ્રમાણે પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટમાં સાઇકોલોજિકલ ડિપાર્ટમેન્ટના એક્સપર્ટને લાગે છે કે આફતાબ સ્પ્લિટ પર્સનાલિટી હોવાનો ડ્રામા કરી રહ્યો છે. કારણ કે જે રીતે તેનો વ્યવહાર બંને ટેસ્ટ દરમિયાનનો રહ્યો છે, તેણે તે નિષ્ણાંતોને પણ ચોંકાવી દીધા છે. સૂત્રો પ્રમાણે પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ દરમિયાન જ્યારે તેને સવાલ પૂછવામાં આવ્યા, તો જે જવાબ આપ્યા તેને જોઈને લાગે છે કે આફતાબ ખુદ પોતાનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરાવવા ઈચ્છતો હતો.
સૂત્રો પ્રમાણે આ કેસ વિશે તપાસ અધિકારીએ FSLના એક્સપર્ટ સાથે આફતાબના ટેસ્ટ વિશે વાત કરી. તેમણે જે જાણકારી આપી તેનાથી પોલીસ પણ ચોકી ગઈ છે. કારણ કે સાઇકોલોજિકલ એક્સપર્ટે જણાવ્યું કે આફતાબનો વ્યવહાર જોઈને લાગે છે કે તેની અંદર બે અલગ-અલગ પ્રકારના લોકો છે. તેને સાઇકોલોજિકલ ભાષામાં સ્પ્લિટ પર્સનાલિટી કે ડ્યૂલ પર્સનાલિટી ડિસઓર્ડર કહેવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ છે કે આફતાબની અંદર થનારા અચાનકના ફેરફાર. સવાલ પૂછવા પર તે ક્યારેક શ્રદ્ધા સાથે પ્રેમની વાત કરે છે તો તેની હત્યા વિશે પૂછવા પર તે તેને ખુબ નફરત કરવાની વાત કરી તેનેકોઈ પસ્તાવો ન હોવાની વાત સ્વીકારે છે.
આ પણ વાંચોઃ ટ્રેનમાં બારી પાસે બેઠેલા યુવકના ગળામાં કાચ તોડીને ઘૂસી ગયો લોખંડનો સળિયો
સાબિત થઈ ગઈ બીમારી તો નહીં થાય સજા!
પોલીસના સૂત્રો પ્રમાણે આફતાબનો આ વ્યવહાર તેમના માટે સૌથી મોટી મુશ્કેલીનું કારણ બન્યો છે. કારણ કે જે રીતે તે પોલીસને પોતાની કહાનીમાં ફેરવી રહ્યો હતો. ત્યારબાદ જો તે કોર્ટમાં પોતાની આ ડ્યૂલ પર્સનાલિટી કે સ્પ્લિટ પર્સનાલિટી જેવી માનસિક બીમારીને સાબિત કરવામાં સફળ થઈ ગયો તો પોલીસને તેને સજા અપાવવામાં મુશ્કેલી આવી શકે છે. કાયદાના જાણકારોનું માનવું છે કે આ પ્રકારની માનસિક બીમારી સાબિત થવા પર આરોપીને સજા આપી શકાય નહીં.
આફતાબની ડોક્ટર ગર્લફ્રેન્ડ તો ષડયંત્રમાં સામેલ નથી ને?
શું શ્રદ્ધાની હત્યા કર્યા બાદ સ્પ્લિટ પર્સનાલિટીનો ડ્રામા કરવા માટે આફતાબે હત્યાના 12 દિવસ બાદ બમ્બલ એપ દ્વારા એક મનોચિકિત્સક ડોક્ટરને પોતાના પ્રેમની જાળમાં ફસાવી હતી. જેથી તે કોર્ટમાં તે સાબિત કરી શકે કે તેણે પોતાની સારવાર માટે પણ તેનો સંપર્ક કર્યો હતો. તેના નિવેદનના આધાર પર પણ તે સાબિત કરી શકાય કે તે સામાન્ય માણસ હતો. તે આ રીતે કોઈની હત્યા ન કરે. હાલ પોલીસની પાસે પરિસ્થિતિજન્ય પૂરાવા સિવાય કોઈ મજબૂત પૂરાવા નથી, જેના દ્વારા તે આફતાબને ફાંસીની સજા અપાવી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે