Home> India
Advertisement
Prev
Next

વિવાદોને સાઇડમાં મુકી રામની નગરીમાં જોવા મળ્યો હિન્દુ-મુસ્લિમ ભાઈચારો

રમઝાનના પાક મહિનો ચાલી રહ્યો છે. તે દરમિયાન મર્યાદા પુરષોત્તમ શ્રારામની જન્મભૂમિ અને અયોધ્યામાં ફરી એકવાર વર્ષો જૂની હિન્દૂ મુસ્લિમ એકતા અને સામુદાયિક સંવાદિતાની મિસાલ જોવા મળી હતી.

વિવાદોને સાઇડમાં મુકી રામની નગરીમાં જોવા મળ્યો હિન્દુ-મુસ્લિમ ભાઈચારો

અયોધ્યા: રમઝાનના પાક મહિનો ચાલી રહ્યો છે. તે દરમિયાન મર્યાદા પુરષોત્તમ શ્રારામની જન્મભૂમિ અને અયોધ્યામાં ફરી એકવાર વર્ષો જૂની હિન્દૂ મુસ્લિમ એકતા અને સામુદાયિક સંવાદિતાની મિસાલ જોવા મળી હતી. અયોધ્યા સ્થિત શ્રી સીતા રામ મંદિરમાં મુસ્લિમ સમુદાયના રોઝાદારો માટે રોઝા ઇફ્તારનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી જાણકારી અનુસાર, મંદિર ટ્રસ્ટ દ્વારા ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

fallbacks

વધુમાં વાંચો: ચૂંટણી પરિણામ પહેલા જ 21 વિપક્ષી પાર્ટીઓના નેતાની આજે બેઠક, EC પણ જશે પાર્ટી

આ રોઝા ઇફ્તારમાં મુસ્લિમ સમુદાયના લોકો ઉપરાંત નગરના કેટલાક સાધુ-સંત અને શીખ સમુદાયના લોકો પણ સામેલ થયા. મંદિરના મહંત યુગલ કિશોરે જણાવ્યું કે આ ત્રીજી વખત છે, જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આગળ પણ અમે આ રીતનું આયોજન કરતા રહીશું. મંદિરના પુજારીએ કહ્યું કે, અમે સામુદાયિક સંવાદિતાની મિસાલ આપવી જોઇએ અને દરેક તહેવારને હર્ષોલ્લાસની સાથે મનાવવો જોઇએ.

fallbacks

વધુમાં વાંચો: મીમ મુદ્દે વિવેકે કહ્યું જેમનો ઉલ્લેખ છે તેમને વાંધો નથી પણ લોકોને નેતાગીરી કરવી છે

રોઝા ઇફ્તાર માટે પહોંયા મુજામિલ ફિઝાએ કહ્યું કે, જ્યાં દેશમાં ધર્મના નામ પર રાજકારણ થઇ રહ્યું છે. તે લોકો માટે મહંત યુગલ કિશાર એક ઉદાહરણ છે. જે દેશમાં શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દની મિસાલ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, અયોધ્યામાં અલ્પસંખ્યક હોવા છતાં અમને ક્યારે ડર લાગ્યો નથી. મુસ્લિમોને રોઝા ઇફ્તાર માટે સાધુઓએ ખજૂરની સાથે મંદિરના પ્રસાદના લાડુ પણ આપ્યો. આ સમય પર મંદિરમાં હાજર તમામ હિન્દૂ-મુસ્લિમ અને શીખ પ્રતિનિધિઓએ સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ માટે શપથ લીધા.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More