Home> India
Advertisement
Prev
Next

કાશ્મીરમાં અમે સ્વાભિમાન સાથે પત્રકારત્વ કર્યું અને સત્ય લોકો સમક્ષ મુકતા રહીશું: બુખારી

કાશ્મીરીઓએ પોતાના આંદોલનને લોકશાહી અને અહિંસક રાખીને સભ્ય સમાજની સહાનુભૂતિ પ્રાપ્ત કરવી હોય તો તેમણે આવી હત્યાઓ અટકાવવી પડશે

કાશ્મીરમાં અમે સ્વાભિમાન સાથે પત્રકારત્વ કર્યું અને સત્ય લોકો સમક્ષ મુકતા રહીશું: બુખારી

નવી દિલ્હી : કાશ્મીરમાં અમે સ્વાભિમાનની સાથે પત્રકારત્વ કર્યું છે અને અમે જમીની હકીકતને મહત્વ સાથે છાપવાનું ચાલુ રાખીશું. પોતાની હત્યાનાં એક દિવસ પહેલા 13 જુને કાશ્મીરનાં મહત્વના અંગ્રેજી અખબાર રાઇઝિંગ કાશ્મીરનાં મુખ્ય સંપાદક શૂજાત બુખારીએ ટ્વીટ કર્યું હતું. તેઓ ભારતનાં એક મહત્વનાં થિંક ટેક ઓબ્જર્વર રિસર્ચ ફાઉન્ડેશનનાં તે નિવેદનનો જવાબ આપી રહ્યા હતા, જેમાં તેમના પર પત્રકાર કરતા વધારે અર્ધઇસ્લામિક હોવાનો આરોપ લાગી રહ્યો હતો. સ્પષ્ટ છે કે, બુખારીએ આ વાતનો ક્યારે પણ અંદાજ નહોતો કે હાલ તેમા પર ઇસ્લામનાં જ કથિત રક્ષકો ભારત પરસ્ત હોવાનાં કારણે ગોળીઓથી વિંધિ નાખશે.

fallbacks

બુખારી વરિષ્ઠ પત્રકાર હતા, મહેબુબા મુફ્તીની સરકારમાં એક કેબિનેટ મંત્રીના ભાઇ હતા અને 2006માં આતંકવાદી હૂમલામાં એટલા માટે બચી ગયા હતા કારણ કે તેનું અપહરણ કરનાર આતંકવાદીની બંદુક ખરાબ થઇ ગઇ હતી. જો કે આ વખતે એવું નહોતું થયું. તેમના માથા અને પેટને ગોળીઓથી ચારણી કરી દેવામમાં આવ્યુ. તેમનાં મોત અંગે ભારત સરકાર અને તમામ મહત્વની પાર્ટીઓ, કાશ્મીરનાં તમામ મહત્વનાં નેતાઓ, પાકિસ્તાનનાં લોકો અને કાશ્મીરના અલગતાવાદી સંગઠનોએ શોક વ્યક્ત કર્યો છે અને હત્યાની નિંદા કરી છે. 

હત્યાની જવાબદારી પણ હજી સુધી કોઇ જ સંગઠને સ્વિકારી નથી. જ્યાં દરેક પક્ષ આ હત્યાની નિંદા કરી રહ્યો છે ત્યારે તેની હત્યા કોણે કરી તે એક સવાલ છે. જો કે તેનો ઉકેલ છે કે કાશ્મીરનાં ઘણા લોકો તેને ઓછા કાશ્મીરી અને ભારતનાં ઘણા લોકો તેને ઓછા ભારતીય ગણતા હતા. આ વાત તેમના દ્વારા લખાયેલ અંતિમ શબ્દોમાં પણ સ્પષ્ટ પણે દેખાય છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે કાશ્મીર અંગે સત્ય કહેવાનું ચાલુ રાખશે. તેમની હત્યા ઇદનાં એક દિવસ પહેલા અને કાશ્મીરમાં ભારતની તરફથી જાહેર કરવામાં આવેલ એક તરફી યુદ્ધ વિરામ દરમિયાન થઇ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More