Home> India
Advertisement
Prev
Next

ડ્રગ્સ કાંડમાં આજે મોટા રહસ્યો ખૂલશે, દીપિકા-સારા-શ્રદ્ધાની આકરી પૂછપરછ કરાશે

ડ્રગ્સ કાંડમાં આજે મોટા રહસ્યો ખૂલશે, દીપિકા-સારા-શ્રદ્ધાની આકરી પૂછપરછ કરાશે
  • કુલપ્રીતે પૂછપરછમાં અનેક મોટા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે, ડ્રગ્સ તેમના ઘર પર હતું, અને તે રિયાએ જ રખાવ્યું હતુ.
  • શનિવારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથે એનસીબીના અધિકારીઓ પૂછપરછ કરશે

ઝી મીડિયા/બ્યૂરો :સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput) માં ડ્રગ્સ એન્ગલ જોડાતા બોલિવુડના અનેક મોટા સ્ટાર્સ રડાર પર આવી ગયા છે. એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવી હસ્તીઓના નામ ડ્રગ્સ કનેક્શનમાં સામે આવ્યા છે. એનસીબી હાલ તપાસમાં લાગી છે. શુક્રવારે NCBને રકુલ પ્રીતથી પૂછપરછ કરી હતી. રકુલપ્રીતે પૂછપરછમાં અનેક મોટા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે, ડ્રગ્સ તેમના ઘર પર હતું, અને તે રિયાએ જ રખાવ્યું હતુ. તો દીપિકા (Deepika Padukone) ના મેનેજર કરિશ્મા સાથે પણ એનસીબીએ પૂછપરછ કરી.

fallbacks

એક્ટ્રેસ દિપીકા પાદુકોણને એનસીબીએ શનિવારે સવારે 10 વાગ્યે બોલાવી છે. દીપિકાની કરિશ્મા સાથેની ચેટ વાયરલ થઈ હતી. આ વોટ્સએપ ચેટમાં દીપિકા ડ્રગ્સને લઈને વાત કરી રહી છે. વોટ્સએપ ગ્રૂપમા કરિશ્મા અને દીપિકા વાત કરી રહી હતી, દીપિકા તેમાં એડમિન હતી. 

સુશાંત કેસના લઈને શરૂ થયેલા ડ્રગ્સ કેસની બાઉન્ડરી ધીરે ધીરે વધી રહી છે. આ મામલે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ડેપ્યુટી જનરલે ડાયરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું કે, અનુભવ ચોપરા અને ક્ષિતિજ પ્રસાદની હજી સુધી ધરપકડ કરવામા આવી નથી. બંનેની માત્ર અટકાયત કરાઈ છે. એનસીબી તેઓની ધરપકડ પણ કરી શકે છે. ક્ષિતિજ પ્રસાદના ઘરથી એનસીબી તપાસમાં ગાંજો મળી આવ્યો છે. 

દીપિકા અને મેનેજરની આમને-સામને પૂછપરછ થશે
શનિવારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથે એનસીબીના અધિકારીઓ પૂછપરછ કરશે. સાથે જ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ શનિવારે ફરીથી બોલાવવામાં આવી છે. તેને પૂછપરછ માટે એનસીબી ગેસ્ટ હાઉસ બોલાવાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More