ઝી મીડિયા/બ્યૂરો :DNA માં મંગળવારે સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના 2 પ્રાઈવેટ વીડિયો બતાવાયા હતા. જ્યારે આજે સુશાંતનો વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પણ આ વર્ષના ફેબ્રુઆરી મહિનાનો છે. જેને મુંબઈમાં રિયા ચક્રવર્તી (Riya Chakraborty) ના ઘરમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. એવું લાગે છે કે, ખુદ રિયા ચક્રવર્તી તેને પોતાના મોબાઈલથી રેકોર્ડ કરી રહી છે. આ વીડિયો (Shushant Unseen Video) માં સુશાંત સિંહ રાજપૂત બીમાર અને પરેશાન દેખાઈ રહ્યાં છે. એવું લાગી રહ્યું છે કે, તે નશામાં છે અને તેમનો પોતાના પર કન્ટ્રોલ નથી. તેમના ચહેરાના હાવભાવ તેજીથી બદલાઈ રહ્યાં છે. તેઓ ક્યારેક પરેશાન દેખાઈ રહ્યા છે, તો ક્યારેક બેકાબૂ દેખાઈ રહ્યાં છે.
જુઓ સુશાંતનો ત્રીજો unseen video :
તમને જણાવી દઈએ કે, રિયા ચક્રવર્તીના પિતા લેફ્ટિનન્ટ કર્નલ ઈન્દ્રજીત ચક્રવર્તી પણ ડોક્ટર છે. વર્ષ 1988માં તેમણે પૂણેની ફેમસ Armed Forces Medical College માંથી ડિગ્રી લીધી હતી. તેઓ ભારતી સેનાથી રિટાયર્ડ થઈ ચૂક્યા છે. જોકે, લાંબા સમય સુધી તેઓ સેનામાં ડોક્ટર તરીકે સેવા બજાવી ચૂક્યા છે.
આ પણ વાંચો : વરસાદની ત્રણ દિવસની આગાહી માટે જાણો શુ કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ
હવે આ વીડિયો પર સવાલ ઉઠે છે કે, શું રિયા ચક્રવર્તીના પિતાને પણ એ સમજમાં ન આવ્યું કે સુશાંત રાજપૂતની હાલત કેટલી ખરાબ છે. રિયા ચક્રવર્તીના પિતા ખુદ ડોક્ટર છે, તેઓએ સુશાંત રાજપૂતની મદદ કેમ ન કરી. તેઓએ સુશાંતને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવવો જોઈતો હતો. પરંતુ એવુ લાગે છે કે, જાણે લેફ્ટિનન્સ કર્નલ ડોક્ટર ઈન્દ્રજીત ચક્રવર્તી પણ કદાચ સુશાંત સિંહ રાજપૂતને આવી હાલતમાં જોવા ઈચ્છતા હતા. આખરે શા માટે....
સુશાંત સિંહના રાજપૂતના પ્રાઈવેટ વીડિયોને લઈને વિવિધ પ્રતિક્રિયા મળી રહી છે. અનેક લોકો બહુ જ નારાજ છે, તેઓને લાગે છે કે, આ વીડિયોથી રિયા ચક્રવર્તીને મદદ મળશે. કેટલાક લોકોને એમ પણ લાગે છે કે, સુશાંતના અંગત ક્ષણોના આ વીડિયોને બતાવવું યોગ્ય નથી. લોકો ઈચ્છે છે કે, આ કેસમાં ન્યાય થાય અને દોષિતોને સજા મળે. જેઓ સુશાંત સિંહ રાજપૂત જેવા પ્રતિભાવાન અભિનેતાની આ હાલત માટે જવાબદાર છે.
આ પણ વાંચો : ભારતના દુશ્મન દેશો આજની ઘડી બરાબર યાદ રાખશે, આજે રાફેલ બનશે વાયુસેનાની તાકાત
ZEE NEWS પણ આ જ ઈચ્છે છે. સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ZEE NEWS એ સમગ્ર રીતે જવાબદારીથી રિપોર્ટિંગ કર્યું છે. કારણ કે, અમારા માટે વાત ન્યાયની છે. કોઈ સનસની પેદા કરીને TRP ભેગી કરવાની નથી.
વીડિયોની 5 મોટી વાત :
આ પણ વાંચો : ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, અંબાલાલ પટેલે કરી આગાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે