Home> India
Advertisement
Prev
Next

બિહાર: શક્તિ સિંહ ગોહિલને લઇ બબાલ, હવે આ નેતાએ કહ્યું- ‘કોંગ્રેસમાંથી કરો બહાર’

લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ હવે બિહાર કોંગ્રેસમાં બબાલ ચાલી રહી છે. કાર્યકારી અધ્યક્ષ શ્યામ સુંદર સિંહ ધીરજે હવે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, બિહારમાં પાર્ટીની દુર્દશાના માટે શક્તિ સિંહ ગોહિલ જવાબદાર છે.

બિહાર: શક્તિ સિંહ ગોહિલને લઇ બબાલ, હવે આ નેતાએ કહ્યું- ‘કોંગ્રેસમાંથી કરો બહાર’

પટના: લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ હવે બિહાર કોંગ્રેસમાં બબાલ ચાલી રહી છે. કાર્યકારી અધ્યક્ષ શ્યામ સુંદર સિંહ ધીરજે હવે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, બિહારમાં પાર્ટીની દુર્દશાના માટે શક્તિ સિંહ ગોહિલ જવાબદાર છે.

fallbacks

વધુમાં વાંચો: Kathua Rape Case Verdict LIVE: કઠુઆ ગેંગરેપ કેસમાં 6 દોષી, 1 નિર્દોષ, થોડીવારમાં સજાની જાહેરાત

સાથે જ તેમણે કહ્યું કે, અખિલેશ સિંહ, સદાનંદ સિંહ, મદન મોહન ઝા પણ જવાબાદર છે. જો પાર્ટીને બચવું હોય તો હાઇકમાન્ડે આ લોકોને પાર્ટીથી બહાર કરવા જોઇએ. આ લોકો બિહારમાં કોંગ્રેસના હત્યારા છે.

તેમણે કહ્યું કે, સમીક્ષા બેઠકમાં બધા જિલ્લાધ્યક્ષોએ ગઠબંધન તોડવા અને એકલા ઉભા રહેવાની વાત કરી હતી. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષે મીડિયામાં વિરુદ્ધ નિવેદન આપ્યું. અખિલેશ સિંહએ તેમના કુકર્મો માટે રાહુલ ગાંધીએ સંમતિ આપી હોવાની ખોટી વાત કરી હતી.

વધુમાં વાંચો: માત્ર અશ્લીલ ફોટા પોતાની પાસે રાખવા એ દંડનીય ગુનો નથી: કેરળ હાઇકોર્ટ

વધુમાં તેમણે કહ્યું કે, પુત્રને ટિકિટ અપાવવાનો મામલો હોય કે ગઠબંધનના સહયોગીઓને વધારે સીટો આપવાની વાત હોય કે પછી ટિકિટ વહેંચણીમાં દલાલી લેવાની વાત બધા માટે અખિલેશ સિંહએ રાહુલ ગાંધીની સંમતિ હોવાનો દાવો કર્યો. શ્યામ સુંદર સિંહ ધીરજે કહ્યું કે, બિહાર કોંગ્રેસને કરોડપતિ નેતા નહીં ગરીબ કાર્યકર્તાની જરૂરીયાત છે.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More