Home> India
Advertisement
Prev
Next

Corona Update: કોરોનાએ મચાવ્યો હાહાકાર, દેશમાં કુલ કેસનો આંકડો 22 લાખને પાર, 44 હજારથી વધુ લોકોના મૃત્યુ

દેશમાં કોરોના (Corona Virus) નો કેર સતત વધી રહ્યો છે જો કે સામે રાહતની વાત એ છે કે રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 62,064 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 22,15,075 થયો છે. જેમાંથી 6,34,945 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 15,35,744 લોકો સાજા થઈ ગયા છે. 

Corona Update: કોરોનાએ મચાવ્યો હાહાકાર, દેશમાં કુલ કેસનો આંકડો 22 લાખને પાર, 44 હજારથી વધુ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) નો કેર સતત વધી રહ્યો છે જો કે સામે રાહતની વાત એ છે કે રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 62,064 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 22,15,075 થયો છે. જેમાંથી 6,34,945 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 15,35,744 લોકો સાજા થઈ ગયા છે. 

fallbacks

COVID-19: કોરોના પર આવ્યા સારા સમાચાર!, સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આપ્યું આ નિવેદન 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં  1,007 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 44,386 પર પહોંચી ગયો છે. જો કે દેશમાં રિકવરી રેટ સારો થયો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આપી આ જાણકારી
દેશભરમાં કડક નિયમો લાગુ થયા હોવા છતાં કોરોના (Corona Virus)  સંક્રમિત દર્દીઓના આંકડા સતત વધી રહ્યાં છે. આ બાજુ સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં એક સારા સમાચારના સંકેત આપ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમા 15 લાખ લોકો કોરોનાથી જંગ જીતી ચૂક્યા છે. બહુ જલદી સ્થિતિ નિયંત્રણમાં હશે. 

વસ્તી નિયંત્રણ કાયદા અંગે હવે આ નેતાએ લખ્યો BJP અધ્યક્ષ નડ્ડાને પત્ર, જાણો શું કહ્યું?

મંત્રાલયે જણાવ્યું કે હજુ પણ એવા અનેક રાજ્યો છે જેમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જાણકારી આપતા તેમણે આગળ જણાવ્યું કે આ સંક્રમણ હાલ 10 રાજ્યોમાં કેન્દ્રિત છે જે નવા કેસમાં 80 ટકાથી વધુ યોગદાન આપે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો કોરોનાના સૌથી વધુ કેસ આ રાજ્યોમાંથી આવે છે. સ્થિતિને જલદી કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. 

જુઓ LIVE TV

ગુજરાતમાં કોરોનાના કેસ 
રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આરોગ્ય વિભાગે ગઈ કાલે જાહેર કરેલા આંકડા મુજબ નવા 1078 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1311 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 30985 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 476.69 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,87,630 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1311 દર્દી નોંધાયા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More