નવી દિલ્હીઃ ડિસેમ્બર મહિનો આવતાં જ ઠંડીનો કાળો કહેર જોવા મળી રહ્યો છે... દિલ્લીમાં ઠંડીએ રેકોર્ડ તોડતાં 28 વર્ષ પછી શીતલહેરનું અલર્ટ આપવામાં આવ્યું... તો જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં તાપમાનનો પારો માઈનસ 5.4 ડિગ્રી સુધી પહોંચી ગયો... પહાડો પર ભારે હિમવર્ષાના પગલે મેદાની પ્રદેશોમાં લઘુત્તમ તાપમાન ગગડ્યું... સ્થિતિ એવી સર્જાઈ કે લોકો પોતાના ઘરની અંદર પૂરાઈ રહેવા મજબૂર બન્યા... ત્યારે દેશમાં કેવો છે ઠંડીનો કહેર?... જોઈશું આ અહેવાલમાં...
કાશ્મીરના પહાડો હાલમાં આ સિઝનને વધાવી રહ્યા છે. આકાશમાંથી રૂ જેવા પડતાં બરફે કાશ્મીરના અનેક વિસ્તારોનો નજારો બદલી નાંખ્યો છે. શ્રીનગરથી 55 કિલોમીટર દૂર બાંદીપોરા હોય તે સોનમાર્ગકાશ્મીરમાં ચારે તરફ બરફ જોવા મળી રહ્યો છે. કુદરતની અનોખી કલાકારી જોઈને પ્રવાસીઓ પણ રોમાંચિત થઈ ઉઠ્યા છે.
આ તરફ શ્રીનગરનું સૌથી જાણીતું સ્થળ એટલે દાલ લેકનું પાણી પણ હવે ધીમે-ધીમે બરફમાં પરિવર્તિત થવા લાગ્યું છે... જેના કારણે શિકારા બોટ ચલાવનારા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ પણ વાંચોઃ હવે જોધપુરમાં 35 વર્ષના ડોક્ટરે કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટમાં પત્નીનું નામ
લઘુત્તમ તાપમાનના મામલામાં રાજસ્થાન પહાડી રાજ્યોને ટક્કર આપી રહ્યું છે... કેમ કે અહીંયા 5 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી નીચે નોંધાયું... તો માઉન્ટ આબુમાં ઠંડીનો પારો 3 ડિગ્રી નોંધાયો... અહીંયા બાઈક, ગાડી અને ટેબલ પર બરફનું પાતળું લહેર જામી ગયું... જેના કારણે લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડ્યો.
આ તરફ પહાડો પર હિમવર્ષાની અસર ગુજરાત સુધી પહોંચી ગઈ છે... ગુજરાતમાં કચ્છ જિલ્લો સૌથી ઠંડોગાર બની ગયો... અહીંયા લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું... જ્યારે બીજા જિલ્લાઓમાં પણ સૂસવાટા મારતા પવન સાથે ઠંડીના કારણે લોકો ઠૂંઠવાઈ ગયા... તો કેટલાંક લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેતાં જોવા મળ્યા.
પહાડો પર હજુ પણ હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે... જેના કારણે મેદાની વિસ્તારમાં લોકોની હાલત કફોડી બનશે તે નક્કી છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે